તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થવા લાગ્યો છે. શહેરમાં આજે બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 3ના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 13,361 પર પહોંચી છે. હાલ 520 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના વેક્સિનની મોકડ્રીલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આરોગ્ય વિભાગ મંગળવારે ડ્રાય રન કરશે. 160 સરકારી કર્મચારીનો કાફલો તૈનાત કરવામાં આવશે. રાજકોટમાં પદ્મકુંવરબા, સ્ટર્લિંગ હોસ્પિટલ સહિત 5 કેન્દ્રોમાં વેક્સિનની મોકડ્રીલ યોજાશે. ડ્રાય રનમાં ક્યાં ભૂલ છે, સોફ્ટવેર ચાલે છે કેમ? તેની ચકાસણી કરી સરકારને રિપોર્ટ કરાશે.
રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 19531 પર પહોંચી
રાજકોટમાં હવે કોરોનાના બીજા તબક્કામાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ 15 દિવસ જેટલો ચાલશે અને પછી ક્રમશ: કેસની સંખ્યા 50 કરતા પણ ઓછી થતી જશે અને આ દરમિયાન જ વેક્સિન પણ આવી જવાથી ત્રીજો તબક્કો આવે તેવી કોઇ શક્યતા નથી. રાજકોટ જિલ્લામાં હાલ કુલ કેસની સંખ્યા 19531 છે. જેમાંથી 752 દર્દી હાલ એક્ટિવ છે. શનિવારની સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 6 મોત નીપજ્યાં છે. સારવાર માટે રાજકોટમાં 2600 બેડ છે જેમાંથી 2162 ખાલી છે.
વેક્સિનેશનના ડ્રાય રન માટે ટ્રેનિંગ અપાઈ
રાજકોટમાં કોરોનાની વેક્સિનેશનનું ડ્રાય રન છે એટલે કે જે રીતે વેક્સિન આપવાની છે તે અગાઉથી પ્રોટોકોલને અનુસરીને જો કોઇ ખામી રહી ગઈ હોય તો તેનું સમાધાન માટે મંગળવારે મોકડ્રિલ થશે. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ રાજકોટ મનપાની આરોગ્યની ટીમને શનિવારે વેક્સિનેશન માટે મેસેજ મોકલવાથી માંડી ઓબ્ઝર્વેશન રૂમ સુધીની તાલીમ અપાઈ હતી. સોમવારે વેક્સિન બૂથની તૈયારી અને મંગળવારે ડ્રાય રન થશે. શહેરના શ્યામનગર આરોગ્ય કેન્દ્રના વેક્સિનેશન રૂમમાં સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ડ્રાય રન પછી વેક્સિનેશન આપવા કેન્દ્ર પર રોજ 100 લોકોને જ વેક્સિન અપાશે. લોકોને મેસેજથી તારીખ અને સમય આપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.