કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં 91, ભાવનગરમાં 72, જામનગરમાં 10 અને દીવમાં 9 નવા કેસ નોંધાયા, ગીર-સોમનાથમાં આજે બે દર્દીના મોત

Corona Saurashtra LIVE 2 August Positive cases Increase in saurashtra
X
Corona Saurashtra LIVE 2 August Positive cases Increase in saurashtra

  • રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે
  • રાજકોટમાં 11 દર્દી અને ભાવનગરમાં 2 દર્દી મોતને ભેટ્યાં

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 08:22 PM IST

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. રાજકોટ શહેરમાં નવા 91 કેસ નોંધાયા છે. જેમાં સિટીમાં 71 અને ગ્રામ્ય વિસ્તારમાં 14 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 11 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાનો કુલ આંક 1300ને પાર પહોંચ્યા છે. ભાવનગર સિટીમાં આજે 72 નવા કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 14 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ, ભાવનગરમાં કુલ 1519 કેસ થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના હવે કાળ સમાન બની રહ્યો છે. વેરાવળ નગરપાલિકાના સેક્રેટરી જયંતીભાઈ ડાલકીનું કોરોનાથી મોત નીપજ્યું છે. કોવિડ હોસ્પિટલમાં સારવારમાં હતા. આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક દર્દીનું મોત નીપજતા આજનો મૃત્યુઆંક 2 થયો છે. અને અત્યાર સુધીમાં કુલ 22 દર્દીના મોત નીપજ્યા છે. કેન્દ્ર શાસિત પ્રેદશ દીવમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે અને 5 લોકો સાજા થતા રજા આપવામાં આવી છે. દીવમાં હાલ 34 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે જામનગરમાં વધુ 10 કેસ અને જસદણમાં ત્રણ કેસ નોંધાયો છે.

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 80થી વધુ કેસ નોંધાય છે
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 80થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ આંક 1276 પર પહોંચ્યો છે. જેમાં 608 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કેસની સાથોસાથ મોતની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ 8થી વધુ દર્દીના કોરોનાથી મોત નીપજી રહ્યા છે. રાજકોટ સિવાયના અન્ય જિલ્લામાંથી આવતા કોરોના દર્દીઓને કારણે રાજકોટનો ડેથરેટ ઉંચો જઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રના જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા
અમદાવાદ, સુરત અને હવે સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગરમાં 1424, રાજકોટમાં 1891, બોટાદમાં 246, જામનગરમાં 765, ગીર સોમનાથમાં 407 દેવભૂમિ દ્વારકામાં 51, જૂનાગઢમાં 911, પોરબંદરમાં 83 અને અમરેલીમાં 466 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ભાવનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગઈકાલે હોમ ક્વોરન્ટીન થયા
રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં સોની વેપારી, ધારાસભ્યના 22 પરિવારજનો, લોકરક્ષક દળના કર્મચારી સહિતનાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પશુપાલક નિયામક સાથે બેઠક કરી હતી અને અધિકારી પોઝિટિવ આવતા મંત્રી બાવળિયા હોમ ક્વોરન્ટીન થયા છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા​​​​​​ જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દ્વારકા અને મોરબીમાં ગઈકાલે 141 કેસ પોઝિટિવ આવ્યા છે અને 7ના મોત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી