તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 26 કેસ અને 24 કલાકમાં 7નાં મોત, પોઝિટિવ કેસની સંખ્યા 7747 પર પહોંચી, જામનગરમાં 49 કેસ નોંધાયા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
  • સમરસ કોવિડ કેર સેન્ટરના 100 કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેતા હંગામો
  • બોટાદ જિલ્લામાં આજે 1 પોઝિટિવ કેસ નોંધાયો અને 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 26 કેસ નોંધાયા છે. એક અઠવાડિયા પહેલા 100થી 125 કેસ નોંધાતા હતા અને હવે છેલ્લા 7 દિવસથી રાજકોટમાં 80ની આસપાસ કેસ નોંધાવા લાગ્યા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 7747 પર પહોંચી ગઈ છે. તેમજ 789 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા છે. જામનગરમાં આજે વધુ 49 કેસ નોંધાયા છે.

કોરોના સામે જીત તરફ રાજકોટ આગળ વધી રહ્યું છે, સરકારી કોવિડ સેન્ટર ખાલી
રાજ્યનો પ્રથમ કોરોના કેસ 19મી માર્ચે રાજકોટમાં નોંધાયો હતો ત્યારબાદ અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા અને સપ્ટેમ્બરમાં રાજકોટમાં પણ કેસની સંખ્યા ખૂબ વધી હતી. જો કે હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સપ્ટેમ્બર માસમાં જે રીતે હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર લોકોથી ભરાયેલા હતા તે હવે ખાલી થઈ રહ્યા છે. મનપાના આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંઝા જણાવે છે કે, હાલ સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરમાં માત્ર 125 દર્દી છે. રેનબસેરામાં એક સમયે 42 દર્દીથી ભરાઈ ગયો હતો આજે ફક્ત 4 જ દર્દી સારવાર લઈ રહ્યા છે.

સમરસ કોવિડ કેર સેન્ટરના 100 કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેતા હંગામો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા કોવિડ કેર સેન્ટરમાંથી અચાનક જ 146માંથી 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે આજે તમામ કર્મચારીઓ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને રડતા રડતા પત્રકારોને સમગ્ર હકિકત જણાવી હતી. કર્મચારીએ જણાવતા કહ્યું હતું કે, ‘અમને કોન્ટ્રાક્ટરે પગાર પણ નથી આપ્યો. દોઢ મહિનાથી પૈસા બાકી છે. એટલું જ નહીં ઓવરટાઈમના પૈસા પણ આપ્યા નથી. દરેક કર્મચારીઓનો પગાર 10થી 12 હજાર વચ્ચે છે.’ કોન્ટ્રાકટર જી.ડી. નાકરાણીના કહેવાથી એચ.આર.ના હેડ મહિલા કર્મચારીએ કોન્ટ્રાક્ટર બેઇઝ્ડ વોર્ડ એટેડેન્ટ અને હાઉસ કિપિંગ એવા 100 કર્મચારીઓને છૂટા કરી દેતો હુકમ કરતા હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો