તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં નવા 96 કેસ નોંધાયા, 68ને ડિસ્ચાર્જ કર્યા, કુલ સંખ્યા 9800ને પાર

રાજકોટ5 મહિનો પહેલા
  • શહેરમાં અત્યાર સુધીમાં 8904 લોકોને ડિસ્ચાર્જ કરાયા
  • લોકો SMS( S- સેનેટાઇઝર, M- માસ્ક, S- સોશ્યલ ડિસ્ટનસિંગ ) જાળવે તેવી અપીલ

રાજકોટમાં 24 કલાકમાં 96 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9700ને પાર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 220 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 600થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે 68 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દિવાળીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થયો છે.

24 કલાકમાં 220 કેસ પોઝિટિવ નોંધાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 220 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 65 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 9851 કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
શહેરપોઝિટિવ કેસની સંખ્યા
જૂનાગઢ19
જામનગર22
સુરેન્દ્રનગર45
મોરબી12
અમરેલી11
ગીર સોમનાથ6
બોટાદ3
ભાવનગર7
દ્વારકા3

છેલ્લા 2 દિવસથી OPDમાં વધુ લોકો ટેસ્ટ કરવવા માટે આવી રહ્યાં છે- કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપતા કહ્યું કે છેલ્લા 2 દિવસથી OPDમાં વધુ લોકો કોરોના ટેસ્ટ કરવવા માટે આવી રહ્યાં છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઈટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. ક્યાં તાલુકામાં અને ક્યાં વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાયો છે. જેથી લોકોએ સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે.

કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી
રાજકોટમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી કલેક્ટર રેમ્યા મોહને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ડોક્ટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમરસ હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવેલું ઓક્સિજન કોવિડ સેન્ટર જરૂર પડ્યે ફરી શરૂ કરવામાં આવશે. લોકો ટેસ્ટિંગ માટે વધુ આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આવતા દિવસોમાં શિક્ષણાધિકારી સાથે પણ બેઠક કરવામાં આવશે. ગામડાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે.

આરોગ્ય વિભાગે ગ્રામ્યના આંકડા બંધ કર્યા
રાજકોટ શહેરમાં દિવાળી દરમિયાન કેસની સંખ્યા પણ વધી રહી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જાણે કોરોનાએ દિવાળી વેકેશન રાખ્યું હોય તેવું માનીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ રાણાવસિયાએ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. દિવાળી દરમિયાન ક્યા ગામોમાં કેટલા કેસ આવ્યા તે સહિતની વિગતો જાહેર કરાઈ નથી. વિગતો જાહેર ન કરાતા એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર રજાના દિવસોમાં આરોગ્ય સેવાઓમાં અસર થશે કે પછી રજાઓનો જ માહોલ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો