તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે બપોર સુધીમાં 21 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં કુલ કેસની સંખ્યા 15795 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 104 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 33 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
આજે બુધવારે સાંજ સુધીમાં બીજા તબક્કામાં 506 લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો
બીજા તબક્કામાં 506 લોકોએ વેક્સિન લીધી હતી
રાજકોટમાં કોરોનાની રસી આવ્યાને 1 મહિનો પૂરો થઈ ગયો છે અને નિયમ મુજબ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે તેથી જે લોકોએ પ્રથમ દિવસે ડોઝ લીધો હતો તેમને બીજા ડોઝ માટે આજે બોલાવવામાં આવ્યા છે. ત્યારે આજે બુધવારે સાંજ સુધીમાં બીજા તબક્કામાં 506 લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો
બુધવારે રાજકોટ જિલ્લામાં 21 કેસ નોંધાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની ટીમ આજથી ઇન્સ્પેક્શન માટે આવી રહી છે તેના બે દિવસ પહેલા જ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ ભવનના અધ્યાપક એમ.એન. જીવાણી કોરોના સંક્રમિત થતા યુનિવર્સિટીના બીજા અનેક અધ્યાપકોને પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ બુધવારે રાજકોટ શહેરમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 8 સાથે બુધવારે નવા 42 કેસ નોંધાયા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં 28 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ
જો કે છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નોંધાયું નથી. આ સાથે કુલ કેસ 22703 થયા છે જેમાં શહેરના 15773 કેસ છે. હાલ સારવાર હેઠળ 174 દર્દીઓ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. તંત્રએ 4 દિવસ બાદ મોત અને કન્ટેઈનમેન્ટ ઝોનના આંક જાહેર કર્યા છે જે મુજબ છેલ્લા 48 કલાકમાં એક પણ મોત નથી તો બીજી તરફ શહેરમાં એક પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ન હોવાનું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ માત્ર 28 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હોવાનું નોંધાયું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.