તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 87 કેસ, 33નાં મોત, પ્રથમ ડોક્ટરનું કોરોનાથી મોત, જામનગરમાં 108 કેસ નોંધાયા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક 4800ને પાર
  • બોટાદમાં 9, જસદણમાં 28 અને ભાવનગરમાં 55 કેસ નોંધાયા
  • ઉનાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં સાંજ સુધીમાં 87 કેસ નોંધાયા છે. જ્યારે 33 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના 29, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં જ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7050 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 4830 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1238 દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં પ્રથમ સનિયર ડોક્ટર બી.ડઢાણીયાનું કોરોનામાં મોત નીપજ્યું છે. આથી રાજકોટના તબીબ આલમમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં આજે પણ 108 કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 87 કર્મચારીના ટેસ્ટ કરાયા, ત્રણનો રિપોર્ટ પોઝિટિવ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. આજે પ્રથમ તબક્કામાં 87 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્રણ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવતીકાલે બીજા તબક્કામાં વધુ 100 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગોંડલ એસટી ડેપો ખાતે આજે 141 કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 4 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મનપાના 21 આરોગ્ય કેન્દ્રના OPDમાં રોજ 2 હજારથી વધુ લોકોની વિનામૂલ્યે સારવાર
રાજકોટ મહાનગપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રમાં કોરોના અંગેની તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોનાના કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો ગભરાયા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને ટેસ્ટિંગ કરાવવું જોઈએ. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો પ્રાથમિક તબક્કાથી જ સારવાર મેળવી શકાય. જેનું ઘણું સારૂ પરિણામ મળી રહ્યું છે. મનપાના 21 આરોગ્ય કેન્દ્ર ખાતે રોજ 2 હજારથી વધુ લોકો અલગ અલગ બીમારી માટે ચેકઅપ અને સારવાર માટે આવે છે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાંચ દુકાનો સીલ કરાઈ
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમિયાન આજે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે. શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા 27 આસામીઓ પાસેથી રૂપિયા 27 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આયુષ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલા પોઝિટિવ દર્દીના રૂપિયા ચોરી કરતી મહિલાની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલા ફનાઝબેન અખ્તરહુસેન કાદરી પાસેથી પોલીસે 1 લાખ 34 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ધોરાજીમાં 100 બેડનું આઇસોલેશન સેન્ટર ખુલ્લું મૂકાયુ
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે 100 બેડનું કોરોના સેલ્ફ આઇલોલેશન સેન્ટર તૈયાર કર્યું છે. આ સેન્ટરને સમાજના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્રમાં રાત્રે 9, ધન્વંતરિ રથમાં 8 સુધી ટેસ્ટ
રાજકોટમાં આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ લોકો નોકરી, ધંધાના કારણે ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રનો લાભ લઇ શકતા નથી. તેથી મનપાના આરોગ્ય કેન્દ્ર રાત્રે 9 વાગ્યા સુધી અને ધન્વંતરિ રથ રાત્રે 8 વાગ્યા સુધી કોરોના સેમ્પલ લેવાની કામગીરી કરશે.