તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. રાજકોટમાં આજે 55 કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 9755 થઈ છે. જ્યારે 604 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સિવાય સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગરમાં પણ ફરી કોરોના કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને શહેર-જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી, જરૂર પડ્યે સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન કોવિડ સેન્ટર શરૂ કરાશે.
રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં 150 કેસ અને 8ના મોત
રાજકોટમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી કલેક્ટર રેમ્યા મોહને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ડોક્ટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમરસ હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવેલું ઓક્સિજન કોવિડ સેન્ટર જરૂર પડ્યે ફરી શરૂ કરવામાં આવશે. લોકો ટેસ્ટિંગ માટે વધુ આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આવતા દિવસોમા શિક્ષણાધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે. ગામડાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે.
મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયાની સંખ્યા 17 દર્શાવવામાં આવી
મોરબી જિલ્લામાં વાકાનેર સિવાય અન્ય તાલુકામાં નવા કેસ નોંધાયા નથી. નવા આવેલા કોરોના પોઝિટિવ દર્દીની હોસ્પિટલમાં અથવા હોમ ક્વોરન્ટીન કરી સારવાર ચાલી રહી છે. સોમવારે કુલ 15 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2125 પર પહોચી હતી.આ ઉપરાંત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્રના ચોપડે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 17 દર્શાવવામાં આવી છે.
મોરબી જિલ્લામાં એક દિવસમાં 35 પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ
117 દર્દીના સારવાર દરમિયાન મોત થયા બાદ તેઓના રિપોર્ટ હજુ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં પેન્ડિગ આવી રહી છે. સાથે સાથે જ કોરોનાએ ફરી માથું ઉંચક્યું અને એક જ દિવસમાં 35 કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે અને ધંધે લાગ્યું છે. લોકોની માસ્ક વગર ફરવાની, ભીડ ભેગી કરવાની અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાની ભૂલ અત્યંત ભારે પડી શકે છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.