તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 99 કેસ, 26નાં મોત, જામનગરમાં 108 કેસ નોંધાયા, જસદણમાં જલારામ મંદિરના 6 સ્વયં સેવકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં 100થી વધુ લોકોના કોરોનાથી મોત
  • બોટાદ જિલ્લામાંથી આજે નવા 10 પોઝિટિવ કેસ આવ્યા અને 7 ડિસ્ચાર્જ
  • પટેલ સમાજ દ્વારા કોરોના ટેસ્ટનું આયોજન, બાળકો સહિત 8 કેસ પોઝિટિવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજકોટમાં દરરોજ 100 આસપાસ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. આજે બુધવારે સાંજ સુધીમાં 99 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાથી 100થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. રાજકોટમાં 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે. શહેરના 20 ,ગ્રામ્યના 4, જ્યારે અન્ય જિલ્લાના 2 દર્દીઓના મોત થયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 4731 પર પહોંચી છે. જેમાંથી 1332 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ પણ નાજુક છે. ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી. તેથી ભારદ્વાજને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જસદણના જલારામ મંદિરના 6 સ્વયંસેવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં આજે 108 કેસ નોંધાયા છે.

ફેફસાંમાં કાણા પડતા એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી
સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસાંમાં વ્યાપક તકલીફ ઊભી છે. ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી તેથી વેન્ટિલેટર પર છે. તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપવામાં આવી છે. છતાં સુધારો ન આવતા તેમજ ફેફસામાં કાણા પડી ગયાનું તબીબોએ જણાવ્યું છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મોની તૈયારી હોવાનું તબીબે જણાવ્યું છે. આ માટે ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી મોડીરાત્રે ચાર્ટડ પ્લેનથી સુરતથી રાજકોટ આવ્યા હતા.

કાલે રાજકોટમાં 94 અને ગ્રામ્યમાં 47 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં કાલે સાંજ સુધીમાં 94 અને ગ્રામ્યમાં 47 કેસ નોંધાયા હતાં. જ્યારે રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા હતાં. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6500ને પાર પહોંચી ગઈ છે. જેને લઈને લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે.

રાજકોટમાં સ્ટેશનરીની દુકાનો આજથી 8થી સાંજે 5 સુધી ખુલ્લી રહેશે
રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગ બંધ ન કરવા નિર્ણય કરતા હવે દરેક એસોસિએશન પોતાની રીતે દુકાનો ખોલવાનો અને બંધ કરવાનો નિર્ણય કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના સ્ટેશનરીના 30 જેટલા વેપારી કોરોના મહામારીનો ભોગ બનતા ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટસ એસોસિએશને 10 દિવસ સુધી દુકાનો ખોલવાનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યાનો રાખવાનો નિર્ણય કર્યો છે. ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી જિગ્નેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કેસ વધી રહ્યાં છે અને અમારા સ્ટેશનરીના 30 જેટલા વેપારી તથા તેના પરિવારજનો તેનો શિકાર બની ગયા છે ત્યારે હાલમાં આ મહિનો તકેદારી રાખવી જરૂરી હોવાથી આજથી 26 સુધી દુકાનો સવારે 8થી સાંજે 5 સુધી સ્વૈચ્છિક રીતે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી આજથી 10 દિવસ 450 જેટલી દુકાન સાંજે 5 સુધી જ ખૂલશે.

રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારી પોઝિટિવ
રાજકોટની જિલ્લા બેંકના 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તમામને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં રેપીડ ટેસ્ટ કરતા 1 કલાકમાં 8 કેસ નોંધાયા
કોરોનાની મહામારીએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાની મહામારીની સ્થિતિ વિસ્ફોટક બની છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાની ચેઈન તોડવી ખુબ જરૂરી છે. ત્યારે પટેલ સમાજના લોકો આગળ આવ્યાં છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં પટેલ સમાજ દ્વારા આજથી રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી બપોરે 12.30 સુધી નુ:શુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવશે. આજે સવારે 1 કલાકમાં 100થી વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જે દરમિયાન બાળકો સહિત 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ધનવંતરી રથ સાંજે 4થી 8 અને આરોગ્ય કેન્દ્ર સાંજે 4થી 9 સેવા આપશે
શહેરમાં નોકરી-ધંધા ચાલુ હોવાના કારણે હવે ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશેષ સમયે સેવા ચાલુ રાખી છે. જેથી હવે ધનવંતરી રથ સાંજે 4થી 8 અને આરોગ્ય કેન્દ્ર સાંજે 4થી 9 સેવા આપશે. નોકરી-ધંધાએ જતા લોકોને સાંજનો સમય અનુકૂળ હોવાથી ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકો આ રથનો લાભ લઈ શકે.

બોટાદમાં ભાજપના કાર્યકરોએ ફૂડ પેકેટ વિતરણમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો 70મો જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરે હોય જે અનુસંધાને બોટાદ ભારતીય જનતા પક્ષ દ્વારા તા.14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આજ જ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને તેમજ ઉગામેડી રોડ ગ્રામ ઉદ્યોગ રોડ સામે આવેલી ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા નાના બાળકોને ફુડ પેકેટ, માસ્ક, સેનિટાઇઝરની 70 કીટનું વિતરણ કર્યુ હતું. આ સમયે ભાજપના કાર્યકરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો