તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 25 કેસ નોંધાયા, 24 કલાકમાં 5ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 9817 થઈ, 546 દર્દી સારવાર હેઠળ, 7 નવેમ્બરે 2215 બેડ ખાલી હતા 14મીએ 2130 જ રહ્યાં

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ભાવનગર શહેરમાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા અને 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
  • રાજકોટમાં માત્ર 8 જ દિવસમાં 85 દર્દી ગંભીર બન્યા, દાખલ થવા સંખ્યા વધી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. રાજકોટમાં આજે રવિવારે બપોર સુધીમાં 25 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 5 દર્દીના મોત નીપજ્યા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9817 પર પહોંચી છે. રાજકોટમાં 546 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે શનિવારે 70 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં 7 નવેમ્બરે 2215 બેડ ખાલી હતા અને 14મી નવેમ્બરે 2130 બેડ જ ખાલી રહ્યાં છે. જેમાં કોરોના કેર સેન્ટરના દર્દી અલગ છે.

રાજકોટ સિવિલમાં માત્ર 80 દર્દી સારવાર હેઠળ છે
રાજકોટમાં દિવાળીના એક સપ્તાહ પહેલા કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો હતો. ખાનગી હોસ્પિટલ ખાલી થઈ રહી હતી તેમજ સિવિલમાં પણ માત્ર 80 દર્દી સારવાર લઈ રહ્યા હતા. સમરસ હોસ્ટેલમાં કાર્યરત હોસ્પિટલમાં દર્દીઓ ન રહેતા બંધ કરાઈ હતી. જો કે ફરીથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું હોસ્પિટલમાં ઉપલબ્ધ કોવિડ બેડના આંકડાઓ પરથી બહાર આવ્યું છે.

હોમ આઈસોલેશનની સંખ્યા ત્રણ ગણી
7 નવેમ્બરની સ્થિતિએ રાજકોટમાં 2215 કોવિડ બેડ ખાલી હતા પણ 14મી સુધીમાં 2130 જ વધ્યા છે એટલે કે માત્ર 7 જ દિવસમાં આવા 85 ગંભીર કેસ આવતા ખાલી બેડની સંખ્યા ઘટી છે. સામાન્ય રીતે ગંભીર દર્દીઓ કરતા હોમ આઈસોલેશનની સંખ્યા ત્રણ ગણી હોય છે જ્યારે કોવિડ કેર સેન્ટરમાં બમણા હોય છે. દિવાળી બાદ આ સંખ્યા હજુ વધે તેવી પૂરી શક્યતા તંત્રે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો