તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આજે બપોર સુધીમાં 7 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 15691 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 118 દર્દી સારવાર હેઠળ છે. તેમજ રવિવારે 31 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આજે બપોર સુધીમાં 197 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 19497 હેલ્થ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી છે.
પ્રથમ ડોઝના પહેલા દિવસે 556 લોકોએ વેક્સિન લીધી હતી
રાજકોટમાં કોરોનાની રસી આવ્યાને 28 દિવસ પૂરા થયા છે અને નિયમ મુજબ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે તેથી જે લોકોએ પ્રથમ દિવસે ડોઝ લીધો હતો તેમને બીજા ડોઝ માટે આજે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસે શહેરમાં 6 બૂથ પર વેક્સિનેશન કરાયું હતું અને બીજા ડોઝ વખતે તે બૂથ ફરીથી એક્ટિવ કરવામાં આવ્યા અને ત્યાં જે લોકોએ રસી મુકાવી હતી તે તમામ 556ને મેસેજ કરાયા છે.
બીજો ડોઝ લીધાના 10 દિવસ બાદ તમામ કોરોનાથી સુરક્ષિત બની જશે
તારીખ મુજબ લોકોએ પ્રથમ ડોઝ લીધો હશે તેવી જ રીતે તેમને બોલાવવામાં આવ્યા છે. એક મહિનામાં 20,000 જેટલા હેલ્થ વર્કર તેમજ કોરોના વોરિયર્સે વેક્સિન લીધી છે. જો કે તેમને બીજો ડોઝ દેવામાં આટલો સમય જશે નહીં. નિષ્ણાંતો જણાવે છે કે, રસી લીધાના બીજા ડોઝ પછી શરીરમાં એન્ટિબોડી બની જાય છે તેથી આગામી 10 દિવસ પછી આ તમામ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ જશે.
બીજા ડોઝના 15 દી’ બાદ કોરોનાથી સુરક્ષિત ગણાય
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે ત્યારથી જ એન્ટિબોડી બનવાનું ચાલુ થઈ ગયું હોય પણ તેમનું પ્રમાણ ખૂબ ઓછું હોય તેમજ શરીરે શરીરે અલગ અસર હોય છે. પણ, સંપૂર્ણ એન્ટિબોડી માટે બીજો ડોઝ લેવો અનિવાર્ય છે. બીજા ડોઝના 15 દિવસ બાદ એન્ટિબોડી રોગ સામે લડવા તૈયાર થઈ જાય છે. આમ છતાં જ્યાં સુધી કોરોના સમાજમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખવું જ જોઈએ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.