તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 26 કેસ પોઝિટિવ નોંધાતા કુલ કેસની સંખ્યા 9400ને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 520 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 61 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે.
તહેવારો પછી કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા
રાજકોટ શહેર અને જિલ્લામાં તહેવારના સમયે જ કેસની સંખ્યા ખુબજ વધવા લાગી છે. શુક્રવારે એક જ દિવસમાં 133 કેસ આવ્યા હતા અને હજુ તેમાં આગામી સમયમાં વધારો થઈ શકે છે.આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે તહેવારને લઈને કેસ વધવાની પૂરી શક્યતાઓ છે જેની અસર અત્યારથી જ વર્તાવા લાગી છે. જે રીતે સપ્ટેમ્બર માસમાં કેસ આવ્યા હતા તે રીતે ફરીથી 100 ઉપર કેસ આવી રહ્યાં છે અને તહેવાર પછી વધારો થશે તેવી ચિંતા પ્રસરી છે.
રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 13831 પર પહોંચી
છેલ્લા એક સપ્તાહમાં જે કેસ આવ્યા હતા તેમાં સૌથી વધુ કેસ શુક્રવારે આવ્યા છે. હાલ જે કેસ આવ્યા છે તેમાં શહેરમા 87 તો જિલ્લામાં 46 કેસ આવ્યા છે. આ સાથે રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસની સંખ્યા 13831 થઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધવા લાગ્યો છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.