તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં કુલ કેસની સંખ્યા 15657 પર પહોંચી, 122 દર્દી સારવાર હેઠળ

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
 • શનિવારે રાજકોટમાં 31 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં થોડા અંશે વધારો આવ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 15657 થઇ છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં 122 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શનિવારે રાજકોટમાં 31 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

શનિવારે રાજકોટમાં 31 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમા કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયો થઈ રહ્યો છે. શનિવારે 31 કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 7 સહિત જિલ્લામાં 38 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. પાછલા સપ્તાહમાં મૃતાંકમાં વધારો આવ્યો છે. શનિવારની સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

શહેરના કેટલા દર્દીઓ હોસ્પિટલાઈઝ છે તે જાણી શકાતું નથી
રાજકોટ શહેરના કેટલા દર્દીઓ હોસ્પિટલાઈઝ છે તે જાણી શકાતું નથી કારણે કે, રાજકોટ મહાનગરપાલિકા ફક્ત એક્ટિવ કેસ જાહેર કરે છે. જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગે ગ્રામ્ય વિસ્તારના એક્ટિવ કેસમાં કેટલા હોમ આઈસોલેશનમાં તેમજ કેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે વિગતો જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો