તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં 87 કેસ અને 24 કલાકમાં 4ના મોત, કુલ કેસની સંખ્યા 9421 થઈ, 520 દર્દી સારવાર હેઠળ, તહેવાર સમયે જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9421 પર પહોંચી ગઈ છે. રાજકોટમાં આજે 87 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ 24 કલાકમાં 4 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 521 દર્દી સારવાર હેઠળ છે. દિવાળીના તહેવાર સમયે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5-6 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 13600ને પાર
રાજકોટ જિલ્લામાં 2500 કરતા વધુ કોવિડ બેડ છે. તેમાં ફક્ત કોરોનાના દર્દીઓની સારવાર થાય છે અને સરકારી તેમજ ખાનગી બંને હોસ્પિટલ સમાવી લેવાઈ છે. એક તબક્કે નવા કેસની સંખ્યા ઘટીને 70 સુધી પહોંચી જતા હોસ્પિટલાઈઝેશન ઘટ્યું હતું અને ખાલી બેડની સંખ્યા 2200થી પણ આગળ વધી ગઈ હતી પણ હવે સ્થિતિમાં ફરી બદલાવ આવ્યો છે. દૈનિક કેસ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે અને હાલની સ્થિતિએ 2173 બેડ ખાલી છે. એક મહિના દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 600થી ઓછા અથવા તેના નજીક જ રહ્યા હતા પણ હવે એક્ટિવ કેસની સંખ્યા 721 થઈ છે તેમજ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. હાલની સ્થિતિએ તંત્રના ચોપડે કોરોનાના કુલ 13698 કેસ નોંધાયા છે.

છેલ્લા 5-6 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો
છેલ્લા 5-6 દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં અચાનક જ ઉછાળો આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો