તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં કુલ કેસની સંખ્યા 15626 પર પહોંચી, 122 દર્દી સારવાર હેઠળ, આજે એક પણ મોત નહીં

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રાજકોટમાં શુક્રવારે 23 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા 15600ને પાર કરી 15626 પર પહોંચી ગઈ છે. કેસની સંખ્યામાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 122 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શુક્રવારે શહેરમાં 23 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 22515 થઇ
ચૂંટણી ટાણે કેસની સંખ્યામાં વધારો દેખાતા ચૂંટણી બાદ કેસ વધે તેવી શક્યતા છે. તંત્રએ જાહેર કરેલા આંક મુજબ શુક્રવારે રાજકોટ શહેરમાં નવા 37 અને ગ્રામ્યમાં 9 સહિત જિલ્લામાં 46 પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 22515 થઈ છે. કેસમાં નજીવો ઉછાળો આવતા એક્ટિવ કેસ કે જે 170 કરતા ઘટી ગયા હતા તે વધીને 182 થયા છે.

શુક્રવારે 592 લોકોને રસી અપાઇ
શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે આ રીતે છેલ્લા 4 જ દિવસમાં 5 દર્દીઓના મોત નીપજ્યાનું જાહેર કરાયું છે. જો કે તેમાંથી કેટલા મોત પાછળ કોરોના જવાબદાર છે તે ઓડિટ કમિટીમાંથી બહાર આવ્યું નથી. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શુક્રવારે 592 લોકોને રસી અપાઈ છે. જેમાં હેલ્થ વર્કર ઉપરાંત ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા સરકારી કર્મીઓ અને પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો