કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે બપોર સુધીમાં 36 કેસ નોંધાયા, 24 કલાકમાં 4ના મોત, કુલ કેસની સંખ્યા 12115 પર પહોંચી, ડોર ટુ ડોર સર્વેનો આજે ચોથો દિવસ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 17895 પર પહોંચી, 1106 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં 36 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં 4 દર્દીના મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 12115 પર પહોંચી છે. રાજકોટમાં 811 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં 1875 બેડ ખાલી છે. કોરોના વેક્સિન આપવા માટે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની 1 હજાર કર્મચારીઓની ટીમ દ્વારા આજે ચોથા દિવસે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેની વયના લોકો કે જેઓ ગંભીર બિમારી ધરાવે છે તેવા લોકોના નામની નોંધણી કરવામાં આવી રહી છે.

શનિવારે રાજકોટ જિલ્લામાં 126 કેસ નોંધાયા હતા
રાજકોટમાં શનિવારે શહેરમાં 98 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 સહિત કુલ 126 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે કુલ કેસનો આંક 17895 થયો છે. ધીરે ધીરે આંક ઘટતા હોય તેવું તંત્રે જાહેર કરેલા કેસ પરથી જોવા મળી રહ્યું છે. માત્ર એટલુ જ નહીં પણ હવે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. ખાલી બેડની સંખ્યા 1830થી વધીને 1875 થઈ છે તેમજ એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1106 થઈ છે.

આ પણ વાંચોઃ રાજકોટના કોરોનાગ્રસ્ત યુવાનના ફેફસાં ખરાબ થઈ જતા એર લિફ્ટ કરી ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દાખલ કરાયો

જાન્યુઆરીમાં પલ્સ પોલિયોની સાથે સાથે જ કોરોનાની વેક્સિન અપાશે
કોરોનાની વેક્સિનને લઈને હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે તમામ રાજ્યોના મુખ્ય અધિકારીઓ સાથે વેક્સિન અંગેની તાલીમ રાખી હતી અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કોરોનાની વેક્સિન માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આવી છે. કેન્દ્ર સરકારે તમામ અધિકારીઓને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેક્સિન માટે તૈયાર રહેવા સૂચના આપી છે. રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લાકક્ષાએ પણ આ રીતની જ સૂચના આપી છે અને પલ્સ પોલિયો એટલે કે 19 જાન્યુઆરીની આસપાસ પોલિયોની સાથે અથવા તો તે સમય દરમિયાન કોરોનાની રસી આપવાનું શરૂ કરી દેવાશે. આ માટે રાજ્ય સરકારે 200 આઈએલઆર તેમજ 30 ડિપ ફ્રિઝર ફાળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...