તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં બપોર સુધીમાં 11 કેસ નોંધાયા, 24 કલાકમાં 2ના મોત, 325 ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાઇ

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
 • રાજકોટમાં ગુરૂવારે 28 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે બપોર સુધીમાં 11 કેસ નોંધાયા છે. 24 કલાકમાં શહેરમાં બે દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15589 પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં 108 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે 28 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે બપોર સુધીમાં 325 ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી છે.

કોરોનાના કેસ કરતા વેક્સિન લેનારાની સંખ્યા વધી
રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ કરતા પણ વેક્સિન લીધી હોય તે લોકોની સંખ્યા વધી ચૂકી છે. દરરોજ 40થી 45ની સંખ્યામાં કેસ આવી રહ્યાં છે જ્યારે તેના કરતા 10 ગણી સંખ્યામાં લોકો રસી લઈ રહ્યાં છે અને થોડા જ દિવસોમાં આ પૈકીના ઘણા લોકો બીજો ડોઝ લીધા બાદ કોરોનાથી સુરક્ષિત પણ રહી શકશે.

55000 ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો
આ ઉપરાંત હવે કોવેક્સિનનો 55000 ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો છે. જો કે જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે જ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહે છે કારણ કે, બંનેના પ્રકાર અલગ અલગ હોય છે. આ કારણે વેક્સિનેશનમાં નક્કી કરાયું છે કે હેલ્થ વર્કર અને અમુક વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવિશિલ્ડ અપાશે, જ્યારે શિક્ષકો, રેલવે સહિતને કોવેક્સિન અપાશે. આ માટે જથ્થાની ફાળવણી પણ કરી દેવાઈ છે જેને સૌરાષ્ટ્રના અલગ અલગ કેન્દ્રો પર મોકલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો