તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં બપોર સુધીમાં 13 કેસ નોંધાયા, 24 કલાકમાં 2ના મોત,1500 પોલીસ કર્મીને વેક્સિન અપાઇ, 15ને સામાન્ય તાવ અને અશક્તિ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટમાં આજે બપોર સુધીમાં 27 સ્થળ પર 802 વ્યક્તિને કોરોના વેક્સિન અપાઇ

રાજકોટમાં આજે બપોર સુધીમાં 13 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યાં છે. કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15274 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 222 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 1500 જેટલા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોઇ પણ જવાનોને ગંભીર આડ અસર થઇ નથી. પોલીસ હેડ ક્વાર્ટરમાં તાલીમ લઇ રહેલા માત્ર 15 જેટલા જવાનોને સામાન્ય તાવ કે અશક્તિ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ જવાનોએ OPDમાં ટૂંકી સારવાર લઇ પરત તાલીમ માટે જોડાયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર સુધીમાં 27 સ્થળ પર 802 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે

ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 6799 પર પહોંચી
રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 45 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત ચોથા દિવસે સારવાર હેઠળ રહેલા એક પણ દર્દીનું મોત થયું નથી. મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં 35 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 15261 થયા છે, જ્યારે સારવાર હેઠળ 222 દર્દી છે અને રવિવારે 40 દર્દી સાજા થયા હતા. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ 6799 થયા છે, જ્યારે સારવાર હેઠળ 132 દર્દી છે જેમાંથી 87 ઘરે સારવાર લઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં 46 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ
જિલ્લામાં આટકોટમાં પોલીસ સ્ટેશન પાસે, જેતપુર તાલુકાના અમરનગરમાં બસ સ્ટેશન રોડ, રાજકોટના ખેરડી ગામે મેઇન બજાર, ગોંડલ તાલુકામાં મેતા ખંભાળિયામાં આંબેડકરનગર, કોટડાસાંગાણી તાલુકામાં હડમતાળા ગામે દરબાર પટ્ટી અને લોધિકા તાલુકાના પારડી ગામે શિવધારા એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં હાલ 46 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. રાજકોટ શહેરમાં રવિવારે એક પણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો