કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 53 દર્દીના મોત, બપોર સુધીમાં 142 કેસ નોંધાયા મેયર કોરોના સંક્રમિત

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ (ફાઇલ તસવીર). - Divya Bhaskar
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ (ફાઇલ તસવીર).
  • રાજકોટ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 32076 પર પહોંચી

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ જેટગતિએ વધી રહ્યું છે. રાજકોટમાં કોરોનાવિસ્ફોટ થયો છે. શહેરના મેયર ડો.પ્રદીપ ડવ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા થકી આ જાહેર કર્યું છે. ડોક્ટરની સલાહ મુજબ, તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેમણે એન્ટિજન ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ મનપા કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર સહિત 12 કર્મચારી સંક્રમિત થયા છે. રાજકોટમાં 24 કલાકમાં 53 દર્દીના મોત થયા છે. જોકે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 76 દર્દીના મોત થયા હતા. તે પૈકી 22 દર્દીના કોવિડથી મોત થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 32076 પર પહોંચી
રાજકોટમાં કોરાનાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં નવા 534 કેસ નોંધાયા હતા. રાજકોટ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 32076 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4604 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 652 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

વેક્સિનેશનને વેગ અપાવવા જિલ્લા પંચાયતના પ્રમુખની અનોખી પહેલ
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે વેક્સિનેશનને વેગ અપાવવા માટે અનોખી પહેલ કરી છે. શ્રીમતી દૂધબેન જસમતભાઇ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1 મેથી 10 મે સુધી વેક્સિન લેનાર તમામને પેટ્રોલ, ડીઝલ, ગેસમાં પ્રતિ લિટરે એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. વેક્સિન લેનારને કુલ 80 ઓક્સિજન-સિલિન્ડર પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...