ત્રીજી લહેરની દસ્તક?:રાજકોટના પડધરીમાં 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સિવિલમાં દાખલ, તબિયત સારી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • મજૂરી કામ કરતા પરિવારની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ 6 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો

રાજકોટ જિલ્લાના પડધરીમાં 4 માસની બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જોકે હાલ બાળકીની હાલત સ્ટેબલ હોવાનું અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

પરિવારજનોના પણ સેમ્પલ લેવાયા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની 4 માસની બાળકીને 6 દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના પરિવારજનોની પણ ચકાસણી કરી સેમ્પલ લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

6 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડએ જણાવ્યું હતું કે, 6 દિવસ પૂર્વે મૂળ મધ્યપ્રદેશના અને પડધરી ખાતે મજૂરી કામ કરતા પરિવારની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આજે તેની હાલત સ્થિર છે.

રાજકોટ સિવિલમાં હાલ કોરોનાના 3 દર્દી દાખલ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કુલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે અને તે તમામની તબિયત સારી છે. આ સાથે આગામી સપ્તાહમાં 4 માસની બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યે તેને ડિસ્ચાર્જ આપવામાં આવશે તેવું તબીબી સૂત્રોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...