તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:પોરબંદરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, મુંબઈથી આવેલા 50 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ10 મહિનો પહેલા
ફાઇલ તસવીર
 • અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે
 • રાજકોટના ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ સહિત 11 ઉદ્યોગ સંગઠનની ઓફિસેથી પાસ મળશે
 • રાજકોટમાં 83 સેમ્પલમાંથી 81ના નેગેટિવ રિપોર્ટ અને 2 બાકી

પોરબંદરમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. મુંબઈથી 8મેના દિવસે પોરબંદર આવેલા 50 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  રાજીવનગર વિસ્તારમાં રહેતા આધેડ હોમ ક્વોરન્ટીન હતાં. ત્યારે ગઈકાલે તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં અને આજે સેમ્પલ લેતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં 30 દિવસ બાદ પોઝિટિવ કેસ નોંધાયો છે.

ગ્રીન ઝોન અમરેલીમાં કોરોનાની એન્ટ્ર થઇ ચૂકી છે. રાજ્યમાં એક જ જિલ્લો બાકી હતો તે પણ કોરોનાના ભરડામાં આવી ગયો છે. સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધાને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસતા હતા તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૃદ્ધાનું ચેકઅપ કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાએ એન્ટ્રી કરી છે. સુરતથી બસમાં આવેલા અનેક લોકો ક્વોરન્ટીન થાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી લોકો પણ ચિંતિત બન્યા છે.દ્વારકાના સલાયામાં એક સાથે એક જ દિવસમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જામનગરમાં પણ આજે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી જામનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઇ છે. રાજકોટના શહેરી વિસ્તારમાં આવતીકાલથી ઉદ્યોગો શરૂ થશે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત 11 ઉદ્યોગ સંગઠનની ઓફિસેથી પાસ મળશે. દરેક ઓફિસે કલેક્ટર સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સે પાસ વગર ઉદ્યોગ શરૂ કરવા માંગ કરી હતી. પરંતુ પાસ અને પરમિશન ફરજિયાત તેની પ્રક્રિયા હળવી કરતા કલેકટર હજુ મોડી સાંજે ગાઇડલાઇન આવે ત્યારબાદ કાલે કંઈ રીતે ઉદ્યોગ શરૂ કરવા તેની વધુ વિગતો આપશે.
વડાપ્રધાનના 20 લાખ કરોડના પેકેજને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યુવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 લાખ કરોડના પેકેડને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારવામાં આવ્યું છે. આ પેકેજમાં એમએસએમઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમએસએમઇ ઉદ્યોગોને લોનની જાહેરાતને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યો છે. રાજકોટમાં 18 હજાર જેટલા એમએસએમઇ ઉદ્યોગો મૃતપ્રાય હાલતમાં છે. આ પેકેજથી ઉદ્યોગો ફરી જીવંત થશે. 52 દિવસથી ઉદ્યોગોની હાલત કફોડી થઇ ગઇ છે. તેવામાં લોન મળે તો તેમને ફાયદો થશે.
રાજકોટના ઉદ્યોગો સવારના 7થી સાંજના 6 સુધી ખુલા રાખી શકાશે

રાજકોટ શહેરના ઉદ્યોગપતિઓએ હવે કલેક્ટર કચેરીએ ધક્કો ખાવો નહીં પડે. રાજકોટ વહીવટી તંત્ર સાથે ઉદ્યોગકારોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગોનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. રાજકોટના અલગ અલગ 11 ઉદ્યોગોના એસોસિએશનની ઓફિસે ઉદ્યોગોને મંજૂરીની પ્રક્રિયા થશે. જે તે ઉદ્યોગકારોએ એસોસિએશનની ઓફિસેથી ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી મેળવવાની રહેશે. જિલ્લા કલેક્ટરે 11 નોડલ ઓફિસરની નિમણૂં કરી છે. 

અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે

ગુજરાતમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં રાજ્ય સરકારના તંત્રનું નેતૃત્વ કરતા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે છે. પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર શરૂ કર્યો છે.બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 56 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 22 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 33 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. બોટાદમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અધિક મુખ્ય સચિવ પંકજકુમારે બોટાદની આરોગ્યની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી છે અને કોરોના સામે લડવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું છે.
રાજકોટ જિલ્લામાં ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે, શહેરી વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં શરૂ થશે: કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઉદ્યોગો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તાર ઉપરાંત સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. સરકારની સુચના બાદ નિયમ મુજબ શરૂ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સાથે  વહીવટી તંત્રની બંઠક યોજાઇ હતી. ઉદ્યોગો શરૂ કરવા માટે પાસ પરમિશન ન લેવા માટે જાહેરાત કરવા ચેમ્બરની માંગ છે. 

અમરેલી જિલ્લામાં એક પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ બન્યું

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિલ કેસના પ્રવેશ બાદ તંત્ર એલર્ટ બન્યું છે. કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, ગઇકાલે સુરતથી 27 લોકો એસટી બસ મારફત અમરેલી આવ્યા હતા. જેમાં 67 વર્ષના વૃદ્ધાના સંપર્કમાં આવેલા 27 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.ગઇકાલ સાંજથી આપણે તપાસ શરૂ કરી દીધી હતી. હાલ વૃદ્ધાની સારવાર ચાલુ છે. સુરત પ્રશાસનને પણ અમરેલી કલેક્ટરે જાણ કરી છે. સુરતમાં કોના સંપર્કમાં આવ્યા હતા તે સહિતની શોધખોળ ચાલુ છે.  

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દરેક જિલ્લા-તાલુકાના વહીવટી અને આરોગ્ય કર્મીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ
આજે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તમામ લુકાઓના મામલતદારો, ચીફ ઓફિસરો, આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં કલેકટ દ્વારા તાજેતરમાં નિશ્ચિત કરાયેલી ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના દ્વારા હોમ ક્વોરન્ટીનમાં રહેલા વ્યક્તિઓ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા બહારના જિલ્લામાંથી આવેલા લોકો પોતાના ઘરની બહાર ન નીકળે એ ખૂબ જ જરૂરી છે. એ માટે તેમના પર ખાસ નજર રાખવા સમિતિઓ તેમજ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ તકે કલેકટરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ રચવામાં આવેલી સ્ક્વોડમાં તમામ વિભાગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ક્વોડનું કામ હોમ ક્વોરન્ટીનમાં રહેલા વ્યક્તિઓ નિયમોનો ભંગ નથી કરતા એ જોવાનું છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલ કમિટી પર દેખરેખ રાખવાનું કામ પણ આ સ્ક્વોડ કરશે. આ સ્ક્વોડને રોજેરોજ ગામો ફાળવવામાં આવશે. જ્યાં જઈ તેણે પૂરી તપાસ કરવાની રહેશે.
બીજી વખત પણ રાશન વિનામુલ્યે આપવામાં આવી રહ્યું છે: જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, સતત બીજા દિવસે રાશન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1 કરોડથી વધુ પરિવારોને રાશન આપવામાં આવ્યું છે. એપીએ1ના 61 લાખ પરિવારોને ફરી વિનામૂલ્યે રાશન આપવામાં આવશે. ઘઉં અને તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે. 47502 ખેડૂતોએ ઘઉં માટે ઓનલાઇન અરજી કરી છે જે પૈકી 3 હજાર ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવી છે. 30 મે સુધી ટેકાના ભાવે તુવેર ખરીદવામાં આવશે. 16345 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જે પૈકી 5500 ખેડૂતોએ  વેચાણ કર્યું છે. 33જુન સુધી તુવેરની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. ડુંગળીના ભાવ મુદ્દે સરકારના કૃષિ વિભાગને રજૂઆત કરવામાં આવશે.
રાજકોટના સાંસદે મોરબીમાં ટેકાના ભાવે કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કરવા પત્ર લખ્યો

રાજકોટના સાંસદે ખેડૂતોના હિતમાં પત્ર લખ્યો છે. રાજકોટ અને મોરબીમાં ટેકાના ભાવે કપાસ ખરીદીના કેન્દ્રો શરૂ કરવા પત્ર લખવામાં આવ્યો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. ખેડૂતોને આગામી ચોમાસાની સિઝનમાં બિયારણ, ખાતર ખરીદી માટે પૈસાની જરૂર હોવાથી તાત્કાલિક કપાસની ખરીદી આ સેન્ટરો પર શરૂ કરવામાં આવે તેવી સાંસદ મોહન કુંડારિયાએ માંગ કરી છે..
ભાવનગરમાં રાત્રે એક કેસ નોંધાયો હતો

ભાવનગરમાં રાત્રે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આંબાચોક સવાઇગર શેરીમાં રહેતા શમાબાનું નયાની (ઉ.વ.27)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેસરના ઉગલવાણ ગામે સુરતથી આવેલા એક યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નકુમ શેરીમાં રહેતા જગદીશ ઘનશ્યામભાઇને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે સરપંચ અને સ્વયંસેવકની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેનામાં લક્ષણો જણાતા સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. ભાવનગરમાં કુલ કેસ 99 થયા છે અને 49 દર્દી સાજા થયા છે. હાલ 43 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉગલવાણા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કર્યો ત્યાં આજે ઉગલવાણમાંથી પોઝિટિવ કેસ આવ્યો છે. બસમાં આવ્યો તે સહિત કોના કોના સંપર્કમાં આવ્યા તેને શોધવા તંત્ર કામે લાગ્યું છે. 

ભાવનગરના કોરોના વોરિયર્સ અમદાવાદ સિવિલમાં સેવા આપવા ગયા

કોરોનાનો કહેર રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોના પોઝિટિવનો આંક 6 હજારને પાર પહોચ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અમદાવાદ સિવિલ માટે કોરોના વોરિયર્સની માંગ સાથેના આદેશને પગલે આજે ભાવનગર રેડક્રોસની 11 દીકરીઓ અને 5 દીકરાઓ મળી કુલ 16 એટેન્ડન્ટ અને આસી.નર્સિંગ સ્ટાફ અમદાવાદ સિવિલમાં સેવા આપવા ખાસ બસ મારફતે રવાના થયા હતા.

(જયદેવ વરૂ, અમરેલી/ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો