કોરોના રાજકોટ LIVE:રાજકોટ ગ્રામ્યમાં ચાર અને જૂનાગઢમાં એક પોઝિટિવ, ભાવનગરમાં 6 અને 7 વર્ષના બે બાળકોએ કોરોનાને હરાવ્યો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 104 થઇ

રાજકોટ ગ્રામ્યમાં આજે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સવારે રેશમડીગાલોલ ગામે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બપોર બાદ વધુ બે કેસ નોંધાયા છે.જેમાં ઉપલેટાના મોટી પાનેલી ગામે મહિલાને પોઝિટિવ અને જામકંડોરણાના રાયડી ગામે પોઝિટિવ યુવાનના પિતાને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોટીપાનેલીની મહિલા અમદાવાદ સારવાર કરી પરત ફર્યા હતા અને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. જ્યારે જસદણના વીરનગર ગામમાં 55 વર્ષીય પુંજાભાઇ નારણભાઇ સોલંકીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓ અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાંથી વીરનગર ગામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યના 26 મળી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 109 થયો છે. જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતી 54 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. મહિલા રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ભાવનગરમાં 6 વર્ષ અને 7 વર્ષના બાળકે કોરોના સામે જીત મેળવી છે. રાજકોટના ગામડાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. 

ભાવનગરમાં આજે 3 દર્દી સાજા થયા

ભાવનગરના ઉગલવાણ ગામના બે બાળકોએ કોરોનાને હરાવ્યો છે. જેસરના ઉગલવાણ ગામના નૈતિક જગદીશભાઇ નકુમ (ઉં.વ.6) અને  કુંજલ જગદીશભાઇ નકુમ (ઉં.વ. 7) આ બંન્ને માસુમ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.  રોગ મુક્ત થતાં અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા બંન્ને બાળકોના ચહેરા પર ખુશી છલકાતી હતી. ભાવનગરમાં 65 વર્ષીય મહિલાએ કોરોનાને હરાવ્યો  છે.  ભરતનગર સિંગલીયા બ્લોક નં. 460માં રહેતા વિણાબેન જયંતીભાઇ ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.લ જ્યાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતા નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. 119 કેસ નોંધાયેલા છે જેમાંથી 8ના મોત અને ડિસ્ચાર્જનો આંક 99 પર પહોંચ્યો અને 12 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

રાજકોટના કીટીપરામાં પતરા લગાવાયા

રાજકોટના કીટીપરા કન્ટેઇનમેન્ટ ઝોન એરિયામાં એસિપિ દિયોરાની આગેવાનીમાં કીટીપરાનાં કોરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં પતરાની ફેન્સીંગ કરવા, સીસીટીવી કેમેરા લગાવવા, સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેલા રહીશોની સુખાકારી તથા પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા યોગ્ય આયોજન કરવા એન્જિનિયર શ્રીવાસ્તવ તથા વોર્ડ ઓફિસર નિકુંજભાઇ તથા ભાજપ અગ્રણી હેમુભાઇ ભરવાડ તથા કોર્પોરેટર દિલિપભાઇ આસવાણી સાથે રહી જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.

લોકડાઉનમાં પહેલીવાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી

રાજકોટ મનપાની લોકડાઉનમાં પહેલીવાર આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રિ-મોન્સૂનની કામગીરીને ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વોકળા સફાઇની વિગત રજૂ કરવામાં આવી હતી. પરંતુ  વોકળા સફાઇમાં કેટલા ફેરા કચરાના થયા તેની સંખ્યા બેઠકમાં દર્શાવવામાં આવી નહોતી. તેમજ બેઠકમાં સાડા દસ કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...