તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં અત્યાર સુધી 7 દર્દી સાજા, એક જ દિવસમાં 3 દર્દીને રજા આપવામાં આવી

રાજકોટ6 મહિનો પહેલા
પોલીસે મસ્જીદમાં માઇકમાંથી લોકોને અપીલ કરી
  • 24 કલાકમાં 120માંથી 5ના રિપોર્ટ પોઝિટિવ, નવા 3 સેમ્પલ પેન્ડિંગ
  • મયૂરધ્વજસિંહ, પ્રિયદર્શનસિંહ અને જીતેન્દ્ર સાવલિયા હવે કોરોનામુક્ત, હજુ 11 દાખલ
  • મયૂરધ્વજસિંહને ત્રણ વખત હોસ્પિટલ લઈ જવાયા હતા તેથી માનસિક તૈયારી હતી કે ચેપ લાગ્યો જ હશે
  • મયૂરે મને ફોન કરી કહ્યું ‘જીતુ કોરોના જેવું લાગે છે કઈંક રસ્તો કાઢ’ 25 વર્ષ જૂનો મિત્ર છે કોરોના હોય કે ફોરોના મારે જવું જ પડે: જીતેન્દ્ર સાવલિયા

રાજકોટમાં શુક્રવારે એક જ દિવસમાં 3 દર્દીઓ કોરોનામૂક્ત થતા ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે રાજકોટમાં કુલ 7 દર્દીઓ કોરોનામૂક્ત થયા છે જ્યારે 11 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજકોટમાં 2 દિવસમાં જ નવા 8 કેસ આવ્યા છે જેને લીધે ટેસ્ટની સંખ્યા વધી છે. શુક્રવારે એક સાથે ત્રણ લોકોને રજા અપાઈ હતી જેમાં ગીરીરાજ હોસ્પિટલમાં દાખલ કરાયેલા જીતેન્દ્ર સાવલીયા તેમજ સિનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયેલા મયુરધ્વજસિંહ ઝાલા અને પ્રિયદર્શનસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. મયુરધ્વજસિંહનો રીપોર્ટ 24મીએ આવ્યો હતો અને તેમના મિત્રો પૈકી જીતેન્દ્રભાઈને 27મીએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. પ્રિયદર્શનસિંહનો પોઝિટીવ રીપોર્ટ 28મીએ આવ્યો હતો.  રાજકોટમાં ગુરૂવાર રાતથી શુક્રવાર રાત સુધીમાં 120 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 5 પોઝિટીવ આવ્યા છે. શુક્રવારે સાંજે લેવાયેલા 3 સેમ્પલના પરીણામ આવવાના બાકી છે.

મિત્રો દાખલ હતા એટલે ડર લાગતો હતો
મયૂરધ્વજસિંહ વિદેશથી રાજકોટ આવ્યા એટલે તેમનો ચેપ બીજા મિત્રોને લાગ્યો હતો. આ કારણે તેઓ નિરાશ રહેતા હતા. ડિસ્ચાર્જ થતા સમયે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ‘મિત્રો હોસ્પિટલમાં દાખલ હતા એટલે ઘણો ડર લાગતો હતો પછી ધીરે ધીરે બધાની તબિયત સુધારા પર આવી એટલે રાહત થઈ’

સારવારમાં સપોર્ટ મળતા ઝડપી રિકવરી
પ્રિયદર્શનસિંહે રજા મળતા જણાવ્યું હતું કે તેઓ વિદેશથી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમના માતા-પિતાને ફોન કરી બીજા ઘરે જવા કહી દીધું હતું અને પુત્ર કે પત્નીને મળ્યા વગર જ એક રૂમમાં ક્વોરન્ટાઈન થયા હતા. ડો. ડોબરિયા સહિતના સ્ટાફે સતત મનોબળ મજબૂત બનાવતા ઝડપથી રિકવરી આવી.

જામનગર કલેક્ટરે  જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જાહેરનામું બહાર પાડ્યુ

જામનગર જિલ્લા કલેક્ટરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જીવન જરૂરિયાતના વહેંચાણ પર સમયમાર્યાદા નક્કી કરવામાં આવી છે. દૂધ, શાકભાજી, ફળની લારીઓ, દુકાનો અંગે જાહેરનામું સવારના 6થી બપોરના 1 વાગ્યા સુધી જ વેચાણ કરી શકાશે. અનાજ, કરિયાણું અને પ્રોવિઝન સ્ટોર્સ પણ 6થી 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હોલસેલના વેપારીઓ છૂટક વિક્રેતાઓને સવારના 6થઈ સાંજના 6 સુધી વેચાણ કરી શકશે. આ જાહેરનામું 14 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યું છે.

રાજકોટ એનેસ્થિસિયા ડોક્ટરોના અસો. દ્વારા 25  ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પ
કોરોના વાઇરસ  કોવિડ-19ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સિટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 25 ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરાએ જણાવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં 20 ટીમો દ્વારા 1175 ઘરનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન કમિશનર ઉદિત અગ્રવાલે 1175 ઘરમાં લક્ષણ જણાવી તેનું ચેકિંગ થશે તેવું જણાવ્યું હતું.
જંગલેશ્વરની શેરી નંબર 24થી 31માં લોકોની અવર-જવર પર પ્રતિબંધ

રાજકોટના જંગલેશ્વરની શેરી નંબર 24થી 31 ક્લસ્ટર ક્વોરન્ટીર ઝોન જાહેર કરવામાં આવી છે. લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, બેરીકેટ મુકી  પતરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર નંદાણી સાથે જંગલેશ્વરમાં સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મનપા કમિશનર ઉદિત અગ્રવાલે મામલો થાળે પાડ્યોહતો. કોરોના પોઝિટિવ અલ્તાફની બેનને ક્વોરન્ટીન કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલિક ક્વોરન્ટીન કરવા આદેશ કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં જાતે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.

ભાવનગરમાં 4 કેસ પોઝિટિવ

ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઇકાલે 132 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે આજે સવારમાં એક સાથએ 4 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. 70 સેમ્પલ લઇને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં 4નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 66 નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. 

જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે

રાજકોટમાં જંગલેશ્વર કોરોનાનું હોટ સ્પોટ તરીકે બહાર આવી રહ્યું છે. બુધવારે અલ્તાફ પતાણી નામના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તે વિસ્તારમાંથી 51ના સેમ્પલ લેવાયા હતા જ્યારે અન્ય શંકાસ્પદ સહિત કુલ 68 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી જંગલેશ્વરના બે પોઝિટિવ આવ્યા છે. જેમાં 35 વર્ષના આશિયાનાબેન કુરેશી તેમજ 50 વર્ષના જીલુબેન જુમ્માભાઈ અદમાણીનો સમાવેશ થાય છે. મોડીરાત્રીના મળતા અહેવાલ મુજબ અલ્તાફના પરિવારના ચાર સહિત જંગલેશ્વરના પાંચ વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ જણાવ્યું હતું. અલ્તાફના પરિવારના સભ્યોને પથિકાશ્રમમાં રખાયા હતા.

જે વિસ્તારમાં હવે કોરોના પોઝિટિવ કેસ આવશે ત્યાં 100 સેમ્પલ લેવાશે
કોરોના વાઇરસની ચેઇન તોડવા માટે અને શહેરમાં રહેતા પોઝિટિવ કેસની માહિતી મળી રહે તે માટે આરોગ્ય વિભાગે જંગલેશ્વર વિસ્તારમાંથી 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વધુ બે મહિલાઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેના પગલે મ્યુનિસિપલ કમિશનરે શહેરના જે વિસ્તારમાં પોઝિટિવ કેસ મળે ત્યાં 100 લોકોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પૃથક્કરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં બે યુવાન બાદ ગુરુવારે સાંજે બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રોઠોડ, ડો.મનીષ ચુનારા સહિતની ટીમે આ વિસ્તારમાં રહેતા લોકોનો આરોગ્યનો સરવે કર્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના સિવિલ હોસ્પિટલની મદદથી કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ છે કે, જંગલેશ્વર વિસ્તાર પર હાલ મનપાની સમગ્ર ટીમ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે

રાજકોટના કોરોના પોઝિટિવ યુવાનને ગોંડલનો યુવાન અડધો કલાક મળ્યો હતો
ગોંડલની નાગર શેરીમાં રહેતા ઉમંગ મહેશભાઈ મારડિયા ગત  29 માર્ચના રોજ રાજકોટ રહેતા તેના મિત્ર મેહુલ કોટેચાને અડધો કલાક સુધી મળ્યો હતો. મેહુલ કોટેચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી તંત્ર ક્ષણભરની આળસ કર્યા વગર તાકીદે ઉમંગની શોધ કરી તેના રિપોર્ટ કરાવવા માટે રાજકોટ હોસ્પિટલ ખસેડ્યો હતો. બ્લોક હેલ્થ ઓફિસર ગોહિલે જણાવ્યું હતું કે જો ઉમંગના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવશે તો તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને તેના સંપર્કમાં આવેલા તમામના રિપોર્ટ કરાવવાની ફરજ પડશેય કોરોનાની ચેઇનને તોડવી હશે તો લોકોને લોકડાઉનનું ફરજીયાત પાલન કરી ઘરની અંદર જ રહેવું જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો