તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:સતત પોઝિટિવ આવતા’તા તેવા 4 દર્દી સહિત 13 ટેસ્ટ વગર ડિસ્ચાર્જ, તમામને પથિકાશ્રમમાં ક્વોરન્ટીન કર્યાં

રાજકોટ10 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 13ને નવી પોલિસી મુજબ હોસ્પિટલમાંથી રજા આપી ક્વોરન્ટાઈન કરાયા

રાજકોટમાં એક સાથે 17ને ડિસ્ચાર્જ કરાયા હોય તેવી પ્રથમ ઘટના બની છે. જેમાં 4ના રિપોર્ટ નેગેટિવ આવતા તેમજ અન્ય 13ને આઈસીએમઆરની નવી ગાઈડલાઈન મુજબ 10 દિવસ કરતા વધુ દાખલ તેમજ છેલ્લા 3 દિવસમાં કોઇ લક્ષણો ન દેખાતા ડિસ્ચાર્જ કરાયા છે. જોકે આ  13ને ઘરે મોકલવાના બદલે ફેસિલિટી ક્વોરન્ટાઈન કરાયા છે. રાજકોટ શહેરનો રિકવરી રેટ 76.2 ટકા થયો છે. સિવિલમાં એવા ચાર દર્દી હતા જે એક મહિનાથી દાખલ હતા, કોઈ લક્ષણો ન હતા આમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવતા રજા મળતી નહતી. તેમણે પણ નવી પોલીસીથી રજા આપી દેવાઈ છે. કોવિડ સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.મહેશ રાઠોડના જણાવ્યા અનુસાર ‘એકસાથે 17 ડિસ્ચાર્જ થયા તે હોસ્પિટલ માટે તો સારી જ વાત છે પણ દર્દીઓને પણ માનસિક રાહત થઈ છે. 4ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 13માં કોઈ લક્ષણો જોવા ન મળતા રજા અપાઈ છે.

આઈસોલેશન ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં કરવા નિર્ણય
જે એસિમ્ટોમેટિક દર્દીઓ હતા તેમને નિયમિત વિટામિન સી અને ઝિંકની ટેબ્લેટ અપાય છે આ સિવાય બીજી કોઇ દવા તેમજ હાઈડ્રોક્સિક્લોક્વીનની પણ જરૂર પડી નથી. હજુ એવા 10 દર્દીઓ છે જેને 10 દિવસ પૂરા થયા બાદ તબક્કાવાર ડિસ્ચાર્જ કરી શકાશે. નિયમ મુજબ આ લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાનું હોય છે એટલે કે અલગ રૂમ કે જેમાં બાથરૂમ હોય અને રૂમની બહાર નીકળવાનું હોતું નથી. જંગલેશ્વર જેવા ગીચ વિસ્તાર કે જ્યાં એક જ રૂમમાં પરિવાર રહેતો હોય ત્યાં આ શક્ય ન હોવાથી કલેક્ટરે 7 દિવસ હોમ આઈસોલેશન ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં કરવા નિર્ણય લીધો છે.’

ડિસ્ચાર્જ થયેલા 17માંથી 2 બાળકો એક તરુણનો સમાવેશ
આશિયાના કુરેશી (35), રૂહી પીલુડિયા (1 માસી), સીમાબેન પીલુડિયા (22), આરિફભાઈ પીલુડિયા (25), નસીમ ચુડાસમા(34), અફસાના પીલુડિયા (26), જુલુબેન ઓડિયા (65), જુબેદાબેન નુરમામદભાઈ પતાણી (47/સ્ત્રી), ઝીકરભાઈ ચોપડા (65), તન્વીર આહંકા (21), સાહિલ દિલદાર બ્લોચ  (16), બોદુ રઝાક ઓડિયા (18), આદિલ હુસેન પતાણી (10), મહેબૂબ ઝીકર ચોપડા (35), ફારૂક ઝીકર ચોપડા (27), સાહિલ યુસુફ મુડસ(19), પરવેઝ હુસેન પતાણી (17).

ઘરે આવવાની રાહ હતી, બાળકો દોડાદોડી કરતા હતા
જે લોકોને રજા અપાઈ તે તમામ જંગલેશ્વરમાં રહે છે. ડિસ્ચાર્જ કર્યાના સમાચાર મળતા 10થી વધુ પરિવારો તેમની રાહ જોઈ રહ્યા હતા. જો કે તેને ઘરને બદલે પથિકાશ્રમ લઈ ગયાની માહિતી મળતા ફરી નિરાશા થઈ હતી. એક મહિલાએ રડતાં રડતાં કહ્યું કે ‘છોકરા રોજ રડે છે અને ફોન પર મોઢું બતાવીને દિલાસો આપીએ છીએ. આજે કીધું હતું કે રજા આપશે અને ઘરે મોકલી દેશે. બાળકોને કહેતા રાજી થઈ ગયા હતા અને ઘરમાંથી બહાર નીકળવા દોડાદોડી કરતા હતા. પણ હવે કહે છે કે 7 દિવસ વધુ રાખશે. બાળકોને હું શું જવાબ આપીશ’

બધાના રિપોર્ટ નેગેટિવ આવતા નથી, ચેપની શક્યતા નથી
નોડલ ઓફિસર ડો.મહેશ રાઠોડ જણાવે છે કે, આઈસીએમઆર દ્વારા જે ગાઈડલાઈન આવી છે તે લક્ષણો આધારિત છે.  હોસ્પિટલમાં એવા ઘણા દર્દીઓ હતા કે જેમને 1 મહિનો થયો અને કોઇ લક્ષણો નથી પણ રિપોર્ટ નેગેટિવ આવતા નથી. આઈસીએમઆર મુજબ ઘણા લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા નથી તેથી રિપોર્ટ બેઝ્ડ ડિસ્ચાર્જ પોલિસીને બદલે નવી પોલિસી આવી છે. ગાઈડલાઈન મુજબ રજા અપાયા બાદ દર્દીઓમાંથી ચેપ ફેલાતો નથી.

1 મહિનાની બાળકીએ 20 દિવસમાં કોરોના સામે દવા વગર જંગ જીત્યો, વજન પણ વધ્યો
રાજકોટ | જંગલેશ્વરમાં સ્ક્રીનિંગ દરમિયાન એક નવજાત હોવાનું આરોગ્ય ટીમને ધ્યાને આવતા તેના પણ સેમ્પલ લેવાયા હતા જે પોઝિટિવ આવ્યા હતા. માત્ર 11 જ દિવસની રૂહી સૌરાષ્ટ્રની સૌથી નાની ઉંમરની દર્દી હતી. બીજે દિવસે તેના માતા સીમાબેન અને પિતા આરીફ પીલુડિયાના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર 15 વર્ષથી નાના બાળકોને હાઈડ્રોક્સિક્લોરોક્વીન આપવા પર મનાઈ છે તેમજ બાળક નાનું હોવાથી બીજું કશું અપાઈ ન શકે. આ દરમિયાન માત્ર વિટામિન કે જે દરેક નાના બાળકને અપાય છે તે જ ચાલુ રખાયા હતા. રૂહીના પિતા આરિફભાઈએ જણાવ્યું કે રૂહીને દાખલ કરી ત્યારે 2.5 કિલોનું વજન હતું અને રજા અપાઈ ત્યારે 3 કિલો 40 ગ્રામ વજન થયું છે અત્યારે તે 1 માસ અને 9 દિવસની છે. રૂહીને કોઈ અલગ દવા અપાઈ ન હતી.

જેતપુરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો 

આજે રાજકોટ ગ્રામ્યમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ જેતપુરમાં નોંધાયો છે. આથી જેતપુરમાં પ્રથમ કેસ નોંધાયો છે. તાલુકા સેવા સદન સામે દેસાઇ વાડીમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકને હૃદયરોગની બીમારી પણ છે. આ બીમારીની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આરોગ્યની ટીમે મુલાકાત લઇને કાર્યવાહી હાથ ધરી છે. યુવકના વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. યુવકના પરિવારને આરોગ્ય તપાસ માટે લઇ જવામાં આવ્યો છે. યુવક હાલ અમદાવાદ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર હેઠળ છે.

શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી મુકવા બસની વ્યવસ્થા કરાઇ

રાજકોટ માલવિયા નગર પોલીસની બહાર તે વિસ્તારના શ્રમિકોને રેલવે સ્ટેશન મુકવાસુવિધા કરી દેવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. પોલીસની હાજરીમાં અને પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા એકઠા થયા હતા. રાજકોટથી વધુ એક ટ્રેન ઉપડી રહી છે તે માટે વતન મોકલવા સિટી બસમાં મજૂરોને બેસાડી રેલવે સ્ટેશન સુધી મુકવામાં આવ્યા હતા.

રાજકોટમાં બે વખત વાહન ડિટેઇન થયેલુ હશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરાશે

રાજકોટ શહેર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકડાઉન દરમિયાન બે કે તેથી વધુ વખત કોઇ વાહન ડિટેઇન થયાનું જણાય તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ પોલીસે 20 હજાર જેટલા વાહનો ડિટેઇન કર્યા છે. ડિટેઇન વાહનો પૈકી 100 જેટલા વાહનો બે કે તેથી વધુ વખત ડિટેઇન થયા હાવોનું સામે આવ્યું છે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્રથી મંજૂરી વગર દીવ પહોંચેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટમાં લેવાયેલા 32 સેમ્પલમાંથી 17 નેગેટિવ અને 15ના રિપોર્ટ આવવાના બાકી છે.

મહારાષ્ટ્રનો આ વ્યક્તિ દીવમાં લંડનના પ્રવાસીને લેવા ગયો હતો અને ચેકપોસ્ટ પર ચેકીંગ કરતા ઝડપાયો

કોડીનારના જિનપ્લોટમાં મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તે જે કારમાં આવ્યો હતો તે ડ્રાઇવર પોલીસને ચકમો આપી ફરાર હતો. પોતે મહારાષ્ટ્રનો હોવાનું કહી પોલીસને અંધારામાં રાખીને ફરાર થયો હતો. કોડીનાર પોલીસે તેને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક દીવમાં કાર લઇને લંડનના પ્રવાસી કે જેની ફ્લાઇટ હોવાથી તેને લેવા પહોંચ્યો હતો. લંડનના લોકોને લઇને તે ચેકપોસ્ટ સુધી પહોંચી ગયો હતો. દીવ પોલીસને શંકા જતા ચેક કરતા તેનું ટેમ્પરેચર વધુ આવ્યું હતું. દીવ પોલીસે પકડીને ગીરસોમનાથ પોલીસને હવાલે કર્યો હતો. કોરોના પોઝિટિવ વ્યક્તિને લઇને આવેલા આ વ્યક્તિ ઉનામાં પણ ઘણી જગ્યાએ ફર્યો હતો. દીવ પોલીસે લંડનના પ્રવાસીને ક્વોરન્ટીન કર્યા છે.

(જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો