તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના રાજકોટ LIVE:સિવિલ હોસ્પિટલમાં શાપરના 45 વર્ષીય કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત, રિપોર્ટ મંગળવારે આવશે

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • મનપા દ્વારા શહેરના 60 જેટલા અલગ અલગ સ્થળો પર મનપાની ટીમ ઉતરી
  • 246 લોકો પાસેથી 2.46 લાખનો દંડ વસૂલ્યો
  • સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ શંકાસ્પદ દર્દી ભાગ્યા, એક ઝડપાયો, 2 ફરાર
  • જંગલેશ્વરના આસપાસના વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરાશે, છૂપાયેલું હોટ સ્પોટ શોધવા આરોગ્ય વિભાગ હરકતમાં
  • રાજકોટ યાર્ડના મજૂરો, વેપારીઓ અને એજન્ટોને પાસ આપવામાં આવશે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત નીપજ્યું છે. શાપરના 45 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ મંગળવારે આવવાનો છે. ત્યારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું છે. રાજકોટમાં આવેલી સર.ટી હોસ્પિટલ ખાતે સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં શિહોરના એક 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  કુલ 18 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 17 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. મહત્વનું છે કે, પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 10 વ્યક્તિઓ વડોદરા નાગડવાડામાં ગયા હતા. તેના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા શિહોરના જલુના ચોકમાં રહેતા  20 વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તંત્રએ હાલ તેના પરિવારજનોને ક્વોરન્ટીન કર્યાં છે.

વધુ એક દર્દીને રજા આપવામાં આવી

રાજકોટમાં વધુ એક દર્દીએ કોરોના વાઇરસને માત આપી છે. મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ આ મહિલાના પતિને પણ રજા આપવામાં આવી હતી. પતિ-પત્ની બંનેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે દર્દીએ જણાવ્યું હતું કે, ‘બે-ત્રણ વખત રડવું પણ આવી ગયું હતું. મને ન્યૂમોનિયા થયો હતો. મારા નવ વર્ષના બાળકની ચિંતા હતી.’ રાજકોટમાં અત્યાર સુધી કુલ 8 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સિવિલમાંથી શંકાસ્પદ દર્દીઓ ભાગ્યા, એક ઝડપાયો

સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના આઇસોલેશન વોર્ડમાંથી ત્રણ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા હતા. જેમાંથી એક રાજકોટના શહેરી વિસ્તારનો અને અન્ય બે અન્ય જિલ્લાના દર્દીઓ હતા. આરોગ્ય વિભાગની ટીમે એક દર્દીને પકડી પાડ્યો હતો અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતા. ત્યારે હજુ બે દર્દીઓ ફરાર છે. એક મહિલા શંકાસ્પદ દર્દી તેના બાળક સાથે ભાગી ગઈ હતી. ત્યારે તેને થોરાળા પોલીસે ગણતરીના સમયમાં જ પકડી પાડી હતી. 

માસ્ક ન પહેરવા બદલ 246 લોકોને દંડ

સમગ્ર શહેરમાં 60 અલગ અલગ જગ્યા પર પોલીસની સાથે મનપા કર્મચારીએ માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી છે. જેમાં 246 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જે અંતર્ગત મનપાએ 2 લાખ 46 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. 

8 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજકોટમાં વધુ એક મહિલાએ કોરોના પર વિજય મેળવ્યો છે. ખાનગી હોસ્પિટલમાંથી મહિલા દર્દીને રજા આપવામાં છે. પતિ-પત્ની બંનેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. મહિલા દર્દીના પતિને પણ થોડા દિવસ પહેલા રજા આપવામાં આવી હતી. રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં 8 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં આજે 85 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 39ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 46ના રિપોર્ટ આવવાના બાકી છે. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. આ જાહેરનામું આજે 13 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે મનપાની ટીમો શહેરના 60 અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ ચેકીંગમાં ઉતરી ગઇ હતી. માસ્ક ન પહેરનાર રેલવેના કર્મચારી આનોલ્ડભાઇને 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટમાં પહેલો દંડ આનોલ્ડભાઇને ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનપાની આ ઝુંબેશ ચાલુ જ રહેશે. તબીબી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ જ માસ્ક પહેર્યા વગર નીકળતા દંડ ફટકારવામાં આવ્યો હતો. ખુદ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ ચેકીંગમાં નીકળ્યા હતા અને માસ્ક ન પહેર્યું હોય તેવા લોકો પાસેથી અધિકારીઓ દ્વારા દંડ વસૂલી રહ્યા હતા.રાજકોટમાં એક વાગ્યા સુધીમાં 140 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે સ્વખર્ચે 25 હજારના માસ્ક વિતરણ કર્યા હતા. જંગલેશ્વરના આસપાસના વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. ઉદ્યોગપતિએ 10 હજાર લીટર કેમિકલ હાઈપોક્લોરાઈટનો જથ્થો વિનામૂલ્યે આપ્યો હતો.

અમરેલીમાં રોજ 100 ખેડૂતો પીએમ કેર ફંડમાં 2 હજાર જમા કરાવે છે

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ સુખી સંપન્ન ખેડૂતોને અપીલ કરી હતી કે કોરોના વાઇરસમાં યથા યોગ્ય દાન કરો. આથી સંઘાણીની અપીલને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને રોજ 2 હજાર 100 ચેક ખેડૂતો પીએમ કેર ફંડમાં જમા કરાવે છે.

વાહન પાછુ આપતી વખતે પોલીસ ખાતરી લે છે

લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ વાહન આપતી વખતે જે તે લોકો પાસે લેખિતમાં ફોટા સાથે ખાત્રી મેળવી રહ્યા છે. બેનર સાથએ ફોટો પાડવામાં આવી રહ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, મારૂ વાહન લોકડાઉન ભંગના કારણે ડિટેઇન કરેલ હતું. હવે હું પછી હું ખાત્રી આપું છું કે, લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી આ વાહન લઇને હું નીકળીશ નહીં. નહીંતર મારા પર ગુનો દાખલ થશે. શહેરની સ્વચ્છતા જાળવવા માટે 2310 કાયમી તથા 2100 કરાર આધારિત સફાઇ કામદારો અને 325 ટીપર વાનના 650 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને સ્વખર્ચે 25 હજારના માસ્ક વિતરણ કર્યા
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને મીડિયાના કર્મચારીઓને માસ્ક આપ્યા. સ્વખર્ચે 25 હજારના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.

પહેલીવાર પકડાશો તો 1 હજાર અને બીજીવાર પકડાશો તો 5 હજારનો દંડ

રાજકોટ મનપાએ બહાર પાડેલા જાહેરનામા મુજબ પહેલીવાર માસ્ક પહેર્યા વગર પકડાશો તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે બીજી વખત માસ્ક પહેર્યા વગર પકડાશો તો 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. રાજકોટની રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર નીકળતા દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

જંગલેશ્વરના આસપાસના વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરાશે
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી જંગલેશ્વરના આસપાસના વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તેવો આદેશ રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના અન્ય વિસ્તારમાંથી રેન્ડમ સેમ્પલ લેવામાં આવશે. છૂપાયેલું હોટ સ્પોટ શોધવા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાનગી લેબોરેટરી અને આરોગ્ય કેન્દ્રોમાં મનપાએ ડેટા મંગાવ્યા છે. 
વકીલે રામાયાણ અને મહાભારતને લઇ વિવાદીત ટ્વીટ કર્યું

રાજકોટના વકીલ પ્રશાંત ભૂષણે રામાયણ અને મહાભારતને અફીણ સાથે સરખાવીને ટ્વીટ કર્યું છે. આથી નિવૃત્ત આર્મીમેન જયદેવ જોશીએ વકીલ સહિત ત્રણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી છે.

ઉદ્યોગપતિએ 10 હજાર લીટર કેમિકલ હાઈપોક્લોરાઈટનો જથ્થો વિનામૂલ્યે આપ્યો

કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે હાલમાં શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનો સ્ટાફ હાઈપ્લોક્લોરાઈડ કેમિકલ મિશ્રિત દ્રાવણનો સ્પ્રે કરી રહ્યા છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારને રાહત ફંડમાં ઠેર ઠેરથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને ડીસઇન્ફેક્શનની કામગીરી માટે ભરૂચના ઝગડીયા સ્થિત શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ કંપની પાસેથી 10 હજાર લીટર કેમિકલ હાઈપોકલોરાઈટનો જથ્થો વિનામૂલ્યે મળ્યો છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કામ કરતા લોકોને પાસ કાઢી આપવામાં આવશે

રાજકોટ બેડિ માર્કેટ યાર્ડના ચેરમેન  ડિ.કે. સખીયાએ જણાવ્યું હતું કે, SDM દ્વારા પાસ કાઢી આપવામાં આવશે. મજૂરો, વેપારીઓ અને એજન્ટોને પાસ કાઢી આપવામાં આવશે. યાર્ડ નહોતા ત્યારે ડાયરેક્ટ ખરીદી કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્રની પેટર્ન મુજબ હાલ ઘઉં, બાજરો અને ચણા સહિતના કઠોળની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવશે. ડાયરેક્ટ ખરીદીથી ખેડૂતોને ફાયદો થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો