• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Rajkot LIVE Out of 112 positive cases in Bhavnagar, 77 per cent patients were released from corona

કોરોના રાજકોટ LIVE / જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ, અમરેલી અને રાજકોટમાં વધુ 2-2 કેસ નોંધાયા

X

  • કેશોદની SBI મેઇન બ્રાન્ચના મેનેજર કોરોના પોઝિટિવ આવ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 10:48 PM IST

રાજકોટ. દીવ હોસ્પિટલમાં નોકરી કરતી અને ઉનાના વાસોજ ગામની રહેવાસી નર્સના ભાઇને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી નર્સના સંપર્કમાં આવેલા દીવ હોસ્પિટલના સ્ટાફ સહિત 30 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જૂનાગઢ જીલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 કેસ બરડીયા વિસાવદર અને એક કેસ કેશોદમાં નોંધાયો છે. આજે જે 5 કેસો બરડીયામાં આવ્યા છે, તેઓ 17 મેના રોજ પોઝિટિવ આવેલા વ્યક્તિના (દહિસર મહારાષ્ટ્રથી આવેલા) કુટુંબના સભ્યો છે, એટલે કે હાઇરિસ્કના સંપર્કમાં હતા. તમામ વ્યક્તિ એક જ ડેલામાં રહે છે. તો કેશોદમાં આવેલા એક કેસમાં તેમની ફેમિલી લોકડાઉન સમયે અમદાવાદ ફસાઇ ગઇ હતી. તેઓ 9 મેના રોજ કેશોદ SBIના મેઇન બ્રાન્ચના મેનેજર પોતાની પત્ની અને પુત્રને અમદાવાદથી લેવા માટે ગયા હતા અને 12મી તારીખે કેશોદ પરત આવ્યા હતા. ત્યારથી જ હોમ ક્વોરન્ટીનમાં હતા. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગીર સોમનાથમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. વેરાવળ ખારવાવડામાં રહેતા 60 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
દીવ પ્રશાસને નર્સના સંપર્કમાં આવેલા 30 લોકોને ફેસેલિટી ક્વોરન્ટીન કર્યાં
દીવ પ્રશાસને સરકારી હોસ્પિટલની નર્સના સંપર્કમાં આવેલા તમામ 30 લોકોને ફેસેલિટી ક્વોરન્ટીન કર્યાં છે. ગીર સોમનાથના ઉનાના વાંસોજ ગામનો યુવક મુંબઇથી વાંસોજ આવ્યો હતો. તે કોરોના વાઈરસ પોઝિટિવ નિકળતા દીવની સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી તેમની બહેનના સંપર્કમાં આવેલા હોસ્પિટલ સ્ટાફ તેમજ હોસ્પિટલમાં દવા લેવા આવેલા તમામ દર્દીઓ સહિત 30 લોકોના કોરોના સેમ્પલો લઇને સેલવાસ બાયોલોજીકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નર્સના સંપર્કમાં આવેલા હોસ્પિટલ સ્ટાફ સહિત તમામને ફેસેલિટી ક્વોરન્ટીન કર્યા છે. સેલવાસ વિનોવા ભાવે બાયોલોજીકલ લેબના રિપોર્ટની આવવાની રાહ જોવાઈ રહી છે તેમ દીવ ક્લેક્ટર સલોની રાયે જણાવ્યું હતું.
અમરેલીમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી કુલ 4 કેસ થયા છે. જેમાં સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. કોરોનાના લક્ષણો જણાતા 21 મેના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલીના ચાડીયા ખાતે 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ બાપુનગરથી 20 મેના રોજ અમરેલી આવ્યા હતા. તેઓને તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં તકલીફના લક્ષણો જણાતાં 22 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસિંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

કોરોનાનો કેસ આવતા ગામમાં પ્રવેશબંધી કરાઇ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના તાલુકાના ફાટસર ગામમા શુક્રવારે કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ આવતા ગામના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે. કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સરપંચ દ્વારા સૂચના આપવામાં આવી છે. સરપંચ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. આટકોટમાં કોરોના વાઈરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા શુક્રવારે રાત્રે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને આજુબાજુના વિસ્તારને સીલ કરાયા છે.

રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 90 થઇ

રાજકોટમાં કોરોના વાઈરસના આજે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ દર્દી મુસાભાઇ જીવાભાઇ ચાનીયાના સંપર્કમાં આવ્યા બાદ આ બંન દર્દીઓને ફેસેલિટી ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંનેના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 90 ઉપર પહોંચી છે. રાજકોટ શહેરના 78 અને ગ્રામ્યના 12 મળી કુલ 90 કેસ થયા છે. રાજકોટ શહેરના કુલ 78 કેસ પૈકી 62 વ્યક્તિઓ સાજા થયા છે અને 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં આજે નોંધાયેલા 2 પોઝિટિવ કેસના નામ અને સરનામાની યાદી
-રેશ્મા અસરફ ઠેબા, 33/F ગોજીયા મસ્જિદ પાસે, જંગલેશ્વર, રાજકોટ
-મહમદ હનીફ રજાક ઠેબા, 40/M, ગોજીયા મસ્જિદ પાસે, જંગલેશ્વર, રાજકોટ 
ભાવનગરમાં કોરોનાના કેસની સંખ્યા 112 ઉપર પહોંચી
ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 112 ઉપર પહોંચી ગઇ છે. જે પૈકી આઠ દર્દીના મોત થયા છે અને 87 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ભાવનગરમાં અત્યાર સુધી 77.67 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી