કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 2 માસની બાળકી સહિત 2, અમરેલી-ઉનામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટમાં કુલ 100 કેસ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 60 વર્ષના વૃદ્ધા અને જૂનાગઢમાં ત્રણ મહિલાએ કોરોના સામે જીત મેળવી

રાજકોટમાં આજે વધુ 4 કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ગ્રામ્યના ત્રણ કેસ નોંધાયા છે.જેથી શહેરમાં પોઝિટિવ આંક 81 પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં 20 મળી કુલ પોઝિટિવની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે. જ્યારે જુનાગઢમાં ત્રણ મહિલાએ કોરોના સામે જીત મેળવી છે. રાજકોટમાં આજે 65 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ પોઝિટિવ, 37 નેગેટિવ અને  25 રિપોર્ટ આવવાના બાકી છે. બરવાળાના ચોકડી ગામે 56 વર્ષની મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મહિલા શિક્ષક 12 દિવસ પહેલા તેના પતિ અને પુત્ર સાથે મુંબઈ પ્રવાસે હતી. બરવાળાના ચોકડી ગામે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 54 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સવારે પોઝિટિવ આવેલી મહિલાના પતિનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા સર ટી. હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. બોટાદ જિલ્લામાં કુલ કેસો 59 છે જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, 55 દર્દીઓને સારવાર બાદ  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે મુંબઇ રાજકોટ આવેલા દંપતીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. પરંતુ આજે જ પોઝિટિવ આવ્યા બાદ દિલીપભાઇ સંઘાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  પરંતુ કોર્પોરેશન દ્વારા આ મોતનો આંકડો રાજકોટમા નહીં ગણવામાં આવે તેવી સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. ગીરસોમનાથના ઉનાના કાજરડી ગામે યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગીરસોમનાથમાં અત્યાર સુધીમાં 45 કેસ નોંધાયા છે. જેમાં 23 સાજા થયા છે અને 22 સારવાર હેઠળ છે.

પાલિતાણાના વૃદ્ધા સાજા થતા રજા અપાઇ 

ભાવનગરના પાલીતાણામાં રહેતા ભદ્રાબેન ચંદુભાઈ સોરઠીયા (ઉ.વ.58)નો પોઝિટિવ રીપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ રોગમુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પ્રથમ બે પોઝિટિવ દર્દીઓ સાજા થતા આજે રજા આપવામાં આવી છે. જેમાં ટીંબલા ગામના વૃદ્ધા અને બગસરાના 11 વર્ષના કિશોરનો સમાવેશ થાય છે. આ બંનેને 31મે સુધી જિલ્લા ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ભાવનગરમાં વૃદ્ધાએ કોરોનાને પરાસ્ત કર્યો

ભાવનગરમાં રેલવે સ્ટેશન રોડ મતવા ચોકમાં રહેતા રૂક્સાનાબેન ઇબ્રાહિમખાન પઠાણ (ઉં.વ. 60)નો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતા નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે. ભાવનગરમાં 119 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 8ના મોત, 97ને ડિસ્ચાર્જ અને 14 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

અમરેલીમાં એક પોઝિટિવ કેસ નોંધાતા સંખ્યા 8 થઇ

23મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા 45 વર્ષીય મહિલા આવ્યા બાદ સીધા ધારી ક્વોરન્ટીન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. મૂળ બગસરા તાલુકાના જૂના જાંજરીયાના વતની છે.  24મેના રોજ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્ચા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં એક કેસ આવતા સંખ્યા 8 થઇ છે.
રાજકોટમાં 80 કેસમાંથી 73 ડિસ્ચાર્જ અને 6 સારવાર હેઠળ

જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા મુસ્તાકભાઇ કાદરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ  દિલીપભાઇ સંઘાણી અને વાસંતીબેન દિલીપભાઇ સંઘાણી  મુંબઇ, માટુંગ઼ાથી રાજકોટ આવ્યા હતા અને ફર્ન હોટેલ ખાતે ક્વોરન્ટીન થયા હતા. ત્યાંથી ગઇકાલે બપોરે તેમને ક્રાઇષ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજદિન સુધીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 73 વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. હાલ 6 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં બેકારીથી કંટાળી એક યુવાને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ ેત સારવાર હેઠળ છે.

જુનાગઢ જિલ્લામાંથી 3 મહિલાઓને ડિસ્ચાર્જ અપાયો

જુનાગઢ જિલ્લામાં કોરોનાગ્રસ્ત 3 મહિલાઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લામાં કુલ 26 કોરોનાના કેસ નોંધાયા હતાં. જેમાંથી 9 કેસને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે આજે વધુ 3 મહિલાઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ ત્રણ મહિલાઓમાંથી 2 મહિલા ભેંસાણની અને 1 મહિલા માંગરોળની છે. જેથી હાલ 26માંથી 14 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...