તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાંથી વધુ 5 ડિસ્ચાર્જ, હવે 12 જ દર્દી સારવાર હેઠળ, રિકવરી રેટ 84 ટકાને પાર

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 દર્દી સારવાર હેઠળ છે અને એકનું મોત થયું છે
  • 63 કેસ રાજકોટના અને 5 કેસ ગ્રામ્યમાં નોંધાયા છે
  • હોમ ક્વોરન્ટાઈનની વધતી સંખ્યા જિલ્લામાં એકસાથે 1700, શહેરમાં 253 લોકો આવ્યા

રાજકોટમાં સોમવારે એકસાથે 17 દર્દીઓને રજા આપ્યા બાદ બીજા દિવસે વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જેને કારણે હવે સિવિલ હોસ્પિટલમાં માત્ર 12 જ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 9 રાજકોટ શહેરના છે. સિવિલ હોસ્પિટલમાંથી જેમને ડિસ્ચાર્જ કરાયા તેમાં આરિફ પટણી, નુરમામદ પટણી, નસીમબેન મુંડસ, રૂકશાનાબેન ચુડાસમા, ઈબ્રાહિમ બાબીનો સમાવેશ થાય છે. આ પૈકી રૂકશાનાબેન કે જેનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેઓ જ હોસ્પિટલ બચ્યા હતા તેમને પણ ડિસ્ચાર્જ કરીને 7 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રખાયા છે. આ સાથે રાજકોટ મનપાનો રિકવરી રેટ 84 ટકાને ઉપર ગયો છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 1700 જ્યારે શહેરમાં 253 લોકો આવ્યા છે. આ સાથે જિલ્લા અને શહેર સહિત કુલ 13535 લોકો હોમ ક્વોરન્ટાઈન થયા છે. તે નવું હાઈરિસ્ક ગ્રૂપ છે જેમાંથી પોઝિટિવ આવવાની શક્યતા ઘણી છે.  રાજકોટમાં મંગળવારે કુલ 95 સેમ્પલ લેવાયા હતા જેમાંથી શહેરના 62 હતા તે તમામ નેગેટિવ આવ્યા છે.

કારખાનેદારોને પાસમાં 10-10 ધક્કા, પ્રજા વિફરી અને સેનિટાઇઝર મશીન તોડ્યું

કારખાનેદારોને કલેક્ટર મંજૂરી આપી રહ્યા છે ત્યારે મંજૂરી લેવા પહોંચેલા કારખાનેદારોને ધક્કો થતા ઉશ્કેરાયા હતા અને કલેક્ટર કચેરીમાં રહેલા સેનિટાઇઝર મશીન તોડી નાખ્યું હતું. કારખાનેદારોએ આક્ષેપ કર્યો હતો કે, 10-10 દિવસથી ધક્કા ખાઇએ છીએ પરંતુ મંજૂરી આપવામાં આવતી નથી. રાજકોટ બી ડિવીઝન પોલીસ વિસ્તારમાં મેંગો માર્કેટ પાસે વહેલી સવારે ચા-પાન, ફાકીની દુકાન ખુલી રહેતી હોવાની ફરિયાદ મળતા પોલીસે માલિક સહિત 4ની ધરપકડ કરી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસે માસ્કની આડમાં રમકડાંનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે.

દીવ એસ.પી. હરેશ્વર સ્વામીએ લોકડાઉનને લઈને વિવિધ શાકમાર્કેટ અને દરિયાઈ સુરક્ષા ચેક નાકાઓની ચકાસણી કરી

સંઘ પ્રદેશ દીવમાં લોકડાઉન 3 પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે.  કોરોના પોઝિટિવ દીવની તડ ચેક પોસ્ટ સુધી પહોચી ગયો હતો. ત્યારે તેની ગંભીરતાથી અને કોરોના વાઈરસની દહેશતના પગલે દીવ એસ.પી. હરેશ્વર સ્વામી દ્વારા વિવિધ શાકમાર્કેટ અને દરિયાઈ સુરક્ષાની મુલાકાત લીધી હતી. મુલાકાત  દરમિયાન એસ.પી.એ દીવ શાકમાર્કેટમાં રાખેલ વોલેન્ટરીયર્સ અને વેચનારાઓને ગ્રાહકો વચ્ચેના સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર  વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની પણ ચકાસણી કરી હતી. એસ.પી.એ લોકડાઉન દરમિયાન દરેક નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી હતી. દીવ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે આજ દિન સુધી કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી. અને આગળ પણ કોરોના પોઝિટિવ નહીં આવે તેની તકેદારી રાખવા પોલીસ પ્રશાસન કટિબંદ્ધ છે. અને દરિયાઈ માર્ગે સુરક્ષા સઘન બનાવી હતી.
રાજકોટના આહીર ચોકમાં શ્રમિકો વતન જવાની જીદ પકડી,  રસ્તા પર ધરણા કર્યા

રાજકોટના આહીર ચોકમાં મોટી સંખ્યામાં મજૂરો એકઠા થયા હતા. વતન જવાની માંગ સાથે મજૂરો એકત્ર થયા હતા. મજૂરો રસ્તા પર બેસી ધરણા ચાલુ કર્યા હતા. જો કે, ઘટનાની જાણ પોલીસને થતા દોડી આવી હતી અને શ્રમિકોને સમજાવીને પરત મોકલ્યા હતા. એક તરફ શ્રમિકો વતન જવાની જીદ પકડી રહ્યા છે અને બીજી તરફ પોલીસ અને વહીવટી તંત્રની મદદથી રોજ શ્રમિકોની ટ્રેન તેમના વતન મોકલવામાં આવી રહી છે. 

અમરેલીમાં લોકડાઉનમાં ફરજ પર રહેલા GRD જવાન પર હુમલો કરનાર શખ્સને પાસા હેઠળ ધકેલાયો
લોકડાઉનમા ફરજ બજાવતા જી.આર.ડી.જવાન પર હુમલો કરનાર શખ્સને પાસા તળે જેલમાં ધકેલાયો છે. અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં લોકડાઉનનું પાલન કરાવતા જી.આર.ડી.જવાન પર થોડા દિવસ પહેલા હુમલો કરાયો હતો. અમરેલી એલ.સી.બી. દ્વારા 1 શખ્સની ધરપકડ કરી સુરત લાજપોર જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં લોકડાઉન દરમિયાન સુરક્ષા જવાનો ઉપર હુમલાની ઘટનાઓમા અસામાજિક તત્વો સામે પાસા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહીથી ગુજરાતભરમા અમરેલી એસ.પી. અને જિલ્લા પોલીસ તંત્રની પ્રશંસા વધી રહી છે.

મનપાના કોરોના વોરિયરે સીમંત પ્રસંગ ડિજિટલ ઉજવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ડો.પંડ્યા દંપતીના જીવનમાં લોકડાઉન વચ્ચે સીમંતનો પ્રસંગ આવતા તેમણે આ પ્રસંગની ડિજિટલ ઉજવણી કરી હતી. ડો.મિલન પંડ્યા અને તેની પત્ની ડો.માધુરી પંડ્યા બંને આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેમના ઘરે સીમંતનો પ્રસંગ આવ્યો હતો.

4 મેથી 12 મે સુધીમાં બહારથી આવેલા 1583 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા

રાજકોટ શહેરમાં બહારથી આવતા લોકોથી કોરોના વાઇરસની સંક્રમણ ફેલાતું અટકાવવા સરકારની ગાઈડલાઈન મુજબ 14 દિવસ ફરજીયાત હોમ ક્વોરન્ટીન કરવાના થતા હોય છે. રાજકોટમાં કુલ 7 એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવેલા લોકોની નોધણી કરી તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવે છે. તા. 4મેથી 12મે સુધીમાં બહારથી આવેલા કુલ 1583 પરિવારના 4898 સભ્યોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જેમાં આજે 12મેના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 83 પરિવારના 237 સભ્યોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમ મ્યુનિનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રાજકોટ માલવીયા પોલીસનું માનવતાનું  ઉદાહરણ

આજરોજ માલવીયા પોલીસ સ્ટેશનમાં પરપ્રાતીય મજૂર વતન જવા સવારથી ઉમટી પડ્યા હતા. તેમાં એક પ્રેગ્નન્ટ મહિલા પણ હતી. પી.આઈ ચુડાસમાની નજરમાં આવતા બંને પતિ-પત્નીને બોલાવી અને સમજાવીને ટ્રેન જશે ત્યારે મોકલશું તેવું સમજાવામાં આવ્યું હતું અને પી.એસ.આઇ ચંપાવાત દ્વારા અનાજની કીટ આપી અને અભયમ ગાડી દ્વારા પદ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધા હતા.

10 દર્દીઓને 10 દિવસ પૂરા થયા બાદ તબક્કાવાર ડિસ્ચાર્જ કરી શકાશે

કોવિડ સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.મહેશ રાઠોડના જણાવ્યા અનુસાર, એકસાથે 17 ડિસ્ચાર્જ થયા તે હોસ્પિટલ માટે તો સારી જ વાત છે પણ દર્દીઓને પણ માનસિક રાહત થઈ છે. 4ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 13માં કોઈ લક્ષણો જોવા ન મળતા રજા અપાઈ છે. જે એસિમ્ટોમેટિક દર્દીઓ હતા તેમને નિયમિત વિટામિન સી અને ઝિંકની ટેબ્લેટ અપાય છે આ સિવાય બીજી કોઇ દવા તેમજ હાઈડ્રોક્સિક્લોક્વીનની પણ જરૂર પડી નથી. હજુ એવા 10 દર્દીઓ છે જેને 10 દિવસ પૂરા થયા બાદ તબક્કાવાર ડિસ્ચાર્જ કરી શકાશે. નિયમ મુજબ આ લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાનું હોય છે એટલે કે અલગ રૂમ કે જેમાં બાથરૂમ હોય અને રૂમની બહાર નીકળવાનું હોતું નથી. જંગલેશ્વર જેવા ગીચ વિસ્તાર કે જ્યાં એક જ રૂમમાં પરિવાર રહેતો હોય ત્યાં આ શક્ય ન હોવાથી કલેક્ટરે 7 દિવસ હોમ આઈસોલેશન ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં કરવા નિર્ણય લીધો છે.

ડિસ્ચાર્જની સંખ્યા દાખલ દર્દી કરતા વધતા રાજકોટનો ગ્રાફ બદલાયો

આઈસીએમઆરની નવી ગાઈડલાઈન આવતા દિવ્ય ભાસ્કરે અગાઉ જ કહી દીધું હતું કે, રાજકોટમાંથી હવે નવા દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે તો દાખલ દર્દી કરતા રજા લેનાર દર્દીની સંખ્યા વધશે અને રાજકોટનો ગ્રાફ બદલાશે. આ સાથે આવો ગ્રાફ ધરાવતું રાજકોટ રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે.

બધાના રિપોર્ટ નેગેટિવ આવતા નથી, ચેપની શક્યતા નથી

નોડલ ઓફિસર ડો.મહેશ રાઠોડ જણાવે છે કે, આઈસીએમઆર દ્વારા જે ગાઈડલાઈન આવી છે તે લક્ષણો આધારિત છે. હોસ્પિટલમાં એવા ઘણા દર્દીઓ હતા કે જેમને 1 મહિનો થયો અને કોઇ લક્ષણો નથી પણ રિપોર્ટ નેગેટિવ આવતા નથી. આઈસીએમઆર મુજબ ઘણા લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા નથી તેથી રિપોર્ટ બેઝ્ડ ડિસ્ચાર્જ પોલિસીને બદલે નવી પોલિસી આવી છે. ગાઈડલાઈન મુજબ રજા અપાયા બાદ દર્દીઓમાંથી ચેપ ફેલાતો નથી.

(જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો