કોરોના સંક્રમણ:રૈયા વિસ્તારના 3 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોંડલ પાલિકા વિસ્તારના યુવાનને પણ ચેપ લાગ્યો, જિલ્લામાં 12 દિવસ પછી કેસ

રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા 2 કેસ નોંધાયા બાદ રૈયા વિસ્તારમાંથી વધુ એક કેસ આવ્યો છે પણ તે માત્ર 3 જ વર્ષનું બાળક હોવાથી તંત્ર દોડતું થયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રૈયા ગામ વિસ્તારમાં રહેતા 3 વર્ષના બાળકની તબિયત ખરાબ રહેતા સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ શુક્રવારે સાંજે આવ્યો હતો જેમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

બાળકના માતા-પિતાએ રસી લીધી છે કે નહીં તેની સૌથી પહેલા તપાસ કરાશે ત્યારબાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાશે. શહેરમાં એક કેસ ઉપરાંત જિલ્લામાં પણ કેસ આવ્યો છે. ગોંડલ શહેરમાંથી યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 12 દિવસથી એકપણ કેસ આવ્યો ન હતો ફરીથી કેસ અને તે પણ ગોંડલ પાલિકા વિસ્તારમાંથી આવતા ત્યાં સર્વેલન્સ ચાલુ કરાશે.

ફરીથી વોર્ડ ઓફિસે રસીકરણ ચાલુ કરાયું
રાજકોટ મનપા પાસે રસીનો સ્ટોક આવતા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત વોર્ડ ઓફિસે રસી આપવાનું શરૂ કર્યું હતું. જો કે બાદમાં સ્ટોકની અછત આવતા માત્ર આરોગ્ય કેન્દ્રમાં જ રસી અપાઈ રહી હતી. હવે ફરીથી રસીનો સ્ટોક આવ્યો છે તેમજ બીજા ડોઝ માટે સંખ્યા વધતી હોવાથી લોકોને કતારમાં વધુ પરેશાન ન થવું પડે તે માટે તમામ વોર્ડ ઓફિસે વેક્સિનેશન શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...