કોરોનાનો કહેર:પહેલા અમદાવાદ, પછી સુરત અને હવે રાજકોટ બન્યું હોટસ્પોટ, રોજના 100 કેસ હવે સામાન્ય બાબત બની ચૂકી છે

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
  • મોતની દ્રષ્ટીએ રાજકોટ અમદાવાદથી ત્રણ ગણું પાછળ
  • કેસની દ્રષ્ટીએ વડોદરા અને રાજકોટ થોડા અંતરે ચાલી રહ્યા છે

કોરોના વાઈરસે દેશ સહિત દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ચાર મહાનગરોમાં સૌથી પહેલા મેગા સિટી અમદાવાદ સંક્રમિત બન્યું હતું. બાદમાં સુરતનો વારો આવ્યો અને અમદાવાદ કરતા પણ આગળ નીકળી ગયું. સુરત બાદ વડોદરા અને હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ કોરોનાની ચપેટમાં આવી ગયું છે. રાજકોટ જિલ્લામાં 100 કોરોના કેસની સંખ્યા સામાન્ય બની ચૂકી છે. આ આંકડા છેલ્લા છ દિવસમાં ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી મુજબ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ કેસની દ્રષ્ટિએ અમદાવાદથી અઢી ગણું અને સુરતથી ત્રણ ગણું પાછળ છે. મોતની દ્રષ્ટિએ રાજકોટ અમદાવાદથી ત્રણ ગણું પાછળ છે.