તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Corona Outbreaks, Spontaneous Crowds At Testbooths, 6 Patient Deaths In 24 Hours, More Than 25 Positive From Spontaneous Testing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:કોરોના વકર્યો, ટેસ્ટબુથ પર લોકોની સ્વયંભૂ ભીડ, 24 કલાકમાં 6 દર્દીના મોત, બપોર સુધીમાં 61 નવા કેસ નોંધાયા

રાજકોટ2 મહિનો પહેલા
પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
 • શહેરમાં ત્રણ દિવસમાં 20 જેટલા દર્દીના મોત

રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આજે શહેરના રૈયા ચોકડી પાસે સવારથી કોરોના ટેસ્ટિંગ બૂથ પર સ્વયંભૂ ટેસ્ટિંગ માટે લોકોની ભારે ભીડજોવા મળી હતી. જેમાં રાહદારીઓ પણ ટેસ્ટ કરવા માટે જોડાયા હતા. આ સ્વયંભૂ ટેસ્ટ દરમિયાન અધધ કહી શકાય તેમ એક સાથે 25 લોકો પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. અને આ પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. જોકે, અંતિમ નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ દિવસથી 20 જેટલા દર્દીના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે કોરોનાથી 8 દર્દીના મોત થયા હતા. ત્યારે કેસની સાથોસાથ મેતનો આંકડો ઉંચો આવતા આરોગ્ય વિભાગ મુંઝવણમાં મૂકાયું છે. શહેરમાં આજે બપોરે સુધીમાં 61 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 18316 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 624 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 80 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજકોટમાં 150 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાનું મનપાએ સત્તાવાર જણાવ્યું છે.

શાકભાજીના 800થી વધુ ફેરિયાનું ટેસ્ટિંગ કરાશે
વકરતી મહામારીને રોકવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ બુથ ઉભા કરવા કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. જ્યારે દરરોજ અનેક લોકો સાથે મુલાકાત થતી હોય તેમજ તેમનો સ્પર્શ થતો હોય તે પ્રકારના શાકભાજીના 800થી વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા માટે ફરી વખત કવાયત હાથ ધરી છે. ગત સપ્ટેમ્બર માસમાં તમામ ફેરિયાઓને હેલ્થકાર્ડ આપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામારી તળીયે જતા સમગ્ર કામગીરી બંધ કરી દેવાઇ હતી.

24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે
24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે

ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે
હાલ કોરોનાએ માથુ ઉંચકતા ફરી વખત સ્પ્રેડર શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોમવારથી વોર્ડ વાઈઝ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે. જ્યારે શાકમાર્કેટમાં બેસતા તમામ શાકભાજીના વેપારીઓનો સ્થળ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે અલગ અલગ સ્થળે અલગ અલગ વારે ભરાતી ગુજરીબજારોના પાથરણાવાળાઓનું ટેસ્ટિંગ કરી તેમને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી
પોઝીટવ આવેલા લોકોને હોમ આઇસોલેટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી

એક અઠિવાડિયા સુધી ટેસ્ટની કામગીરી ચાલશે
સોમવારથી તમામ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાશે. જે એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત પડ્યે પ્રાઈવેટ કંપનીઓના ડિલિવરી બોયનું પણ કોરોના ટેસ્ટ કરી હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ સાથે અનેક ઘરોમાં જઈને ફુડની ડિલિવરી કરતાં ઝોમેટો, સ્વીગી સહિતની કંપનીઓના ડિલિવરી બોયનું પણ આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો