કોરોના રાજકોટ LIVE:શહેરમાં કોરોના કાબુમાં, આજે નવા 8 કેસ નોંધાયા, છેલ્લા દસ દિવસમાં એક પણ મોત નહીં

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગઈકાલે જિલ્લામાં 6 કેસ સામે 26 દર્દી સાજા થયા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના ખતમ તરફ છે. શહેરમાં આજે નવા 8 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. કુલ કેસની સંખ્યા 63662 પર પહોંચી છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોનાના કેસમાં નોંધ પાત્ર ઘટાડાની સાથે મૃત્યુદર પણ શૂન્ય રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજકોટ કલેક્ટરનું જાહેરનામું
રાજકોટ કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ કોરોના સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત 1 માર્ચ સુધી તમામ પ્રકારના રાજકીય, સામાજિક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં કે ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહતમ 75% અને બંધ સ્થળોએ 50ની મર્યાદામાં લોકો એકત્રિત થઈ શકશે.

ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત રહેશે. જાહેર સ્થળો/કામના સ્થળો ઉપર અને આવન-જાવન સમયે લોકોએ માસ્ક પહેરવું ચહેરો ઢાંકવાનો રહેશે.જાહેર સ્થળોએ તમામ વ્યક્તિઓએ ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જાળવવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જળવાઈ રહે તેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે.

ઉલ્લંઘન શિક્ષાને પાત્ર થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જાહેર સ્થળોએ થૂકવુ નહીં. જેના ભંગ બદલ સરકાર ધ્વારા વખતોવખતના હુકમથી નિયત કરેલ દંડને પાત્ર થશે. કેન્દ્ર સરકાર તથા રાજય સરકારનાં વખતોવખતનાં હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તાર સીવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે, જેનો ભંગ કે ઉલ્લંઘન શિક્ષાને પાત્ર થશે.