તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારો ઘટસ્ફોટ:મહારાષ્ટ્રમાં કોરોના વધતાં અસર ગુજરાતમાં, રેમડેસિવર ઇન્જેક્શનની અછતને કારણે રાજકોટમાં કેટલીક કોવિડ હોસ્પિટલોએ એડમિશન બંધ કર્યાં

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો આજે સાંજે રાજકોટ આવશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી રોજ 200ની આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેની સામે હાલ રાજકોટમાં કોરોનાની સારવાર માટે રામબાણ ઇલાજ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપની મોટા ભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે, જેની સીધી અસર ગુજરાતમાં થઈ રહી છે. રેમડેસિવિર ઇન્જેકશનની અછતને કારણે રાજકોટમાં કેટલીક કોવિડ હોસ્પિટલોએ એડમિશન પણ બંધ કર્યાં છે. બીજી તરફ, કલેક્ટર રેમ્યા મોહન અને નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સબ સલામતના દાવા કરી રહ્યા છે. અને આ અછતને પગલે રેમડેસિવિર ઇન્જેક્શનનો 250 ડોઝનો જથ્થો આજે સાંજ સુધીમાં રાજકોટ આવશે.

મેડિકલ સ્ટોર્સમાં ઇન્જેક્શન મળવા મુશ્કેલ બન્યાં
રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ અગત્યતા ધરાવે છે. શરૂઆતથી જ રાજકોટ સાથે અન્યાય થઇ રહ્યો છે. આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટને ઓછો મળી રહ્યો છે. રાજકોટ મેડિકલ એસોસિયેશન દ્વારા આ અંગે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. હાલ રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળવા મુશ્કેલ બની ગયાં છે.

મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનની ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવા માગ.
મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનની ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવા માગ.

ઈન્જેકશનનો પૂરતો જથ્થો આપવામાં આવે એવી માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. ત્યારે રાજકોટને ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા.
રાજકોટ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના પ્રમુખ મયૂરસિંહ જાડેજા.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો