કોરોના રાજકોટ LIVE:શહેરમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં કેસની સંખ્યામાં ચાર ગણો વધારો, CMના રોડ શોમાં સામેલ પ્રોટોકોલ મામલતદાર કોરોના સંક્રમિત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
31 ડિસેમ્બરે મુખ્યમંત્રીનો એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી રોડ શો યોજાયો હતો અને તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. - Divya Bhaskar
31 ડિસેમ્બરે મુખ્યમંત્રીનો એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી રોડ શો યોજાયો હતો અને તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
  • શહેરમાં આજે 141 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 412 અને ડિસ્ચાર્જની સંખ્યા ઝીરો
  • ગ્રામ્યમાં આજે નવા 18 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 155 થઈ
  • ત્રીજી લહેરને લઇ 11 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા, 23 ઓક્સિજન પ્લાન્ટ તૈનાત

રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ એક જ દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યામાં 4 ગણો ઉછાળો આવ્યો છે. જે 141 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઇકાલે 36 કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 43411 પર પહોંચી છે અને એક્ટિવ કેસ 412 થયા છે. આજે એક પણ દર્દી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી. રાજકોટમાં 31 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના ભવ્ય સ્વાગત માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શો રાજકોટવાસીઓ માટે ભારે પડશે તેવું લોકોએ અગાઉથી જ કહી દીધું હતું અને આ વાત સાચી પડી રહી છે. રોડ શો અને કાર્યક્રમોમાં સામેલ મુખ્યમંત્રીના પ્રોટોકોલ મામલતદાર આઈ.જી. ઝાલા આજે કોરોના સંક્રમિત થયા છે. આથી તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે.

કલેક્ટર કચેરીમાં કર્મચારીઓમાં ફફડાટ
કલેક્ટર કચેરીમાં સ્ટાફને માસક ફરજીયાત પહેરવાની અપીલ કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ કોરોનાગ્રસ્ત થતા શહેરમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટની નિર્મલા સ્કૂલે કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી ધો.1થી 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આવતીકાલથી ધો.1થી 8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

રોડ શો બાદ મામલતદારની તબિયત લથડી હતી
રોડ શો બાદ પ્રોટોકોલ મામલતદાર આઈ.જી. ઝાલાની તબિયત અચાનક લથડી હતી. તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. મામલતદાર 31 ડિસમ્બરે ઝાલા સતત મુખ્યમંત્રીના સંપર્કમાં રહ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓને કોરોનાનો ચેપ લાગ્યાની શંકા વ્યક્ત કરાઈ છે. મામલતદારે પોતાના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

ગ્રામ્યમાં આજે 18 નવા કેસ નોંધાયા
ગ્રામ્યમાં આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ધોરાજી તાલુકામાં 5, ગોંડલ તાલુકામાં 3, જસદણમાં 2, જેતપુરમાં 3, લોધિકામાં 1, ઉપલેટામાં 1 અને રાજકોટ તાલુકામાં 2 કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 15125 પર પહોંચી છે અને એક્ટિવ કેસ 155 થયા છે.

રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

રાજકોટમાં 11 હજાર બેડ તૈયાર
રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વચ્ચે કલેક્ટર તંત્ર સતર્ક બન્યું છે. આવતીકાલે કલેક્ટર સાથે IMAની બેઠક યોજાશે. રાજકોટમાં 11 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ 23 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કાલે IMA બાદ ખાનગી તબીબો સાથે બેઠક યોજાશે, દવા અને ઇન્જેક્શનના સ્ટોકની ખાસ બેઠકના મહત્વના મુદ્દાઓ રહેશે.

શહેરનો પશ્ચિમ વિસ્તાર હોટસ્પોટ બન્યો
રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં પશ્ચિમ વિસ્તારમાં 100થી વધુ કેસ નોંધાયા છે. હાલ એક્ટિવ કેસ 408 છે. બીજી તરફ ગ્રામ્યમાં ધોરાજી તાલુકો કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કારણ કે ગ્રામ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 137 છે તેમાં એક માત્ર ધોરાજી તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં 73 કેસ નોંધાયા છે. આજે બપોર સુધીમાં શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. તેમજ કુલ કેસની સંખ્યા 43270 પર પહોંચી છે.

ધોરાજીમાં આજે બપોર સુધીમાં 15 કેસ નોંધાયા
ધોરીજી તાલુકામાં કોરોના બ્લાસ્ટ થતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ વધી છે. ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર ડો.પુનિત વાછાણીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા અપીલ કરી છે. તેમજ લોકોએ ભીડભાડથી દૂર રહેવા અને વેક્સિનના બાકી ડોઝ લેવા અપીલ કરી છે. ધોરાજી તાલુકાની જનતાએ આરોગ્ય અધિકારીઓ ચેકિંગ કરવા આવે તો પૂરેપૂરો સહયોગ આપવાની અપીલ કરી છે.

રોડ શોથી હજી કેટલા કોરોનામાં ધકેલાશે તે આવનારો સમય જ બતાવશે.
રોડ શોથી હજી કેટલા કોરોનામાં ધકેલાશે તે આવનારો સમય જ બતાવશે.

શહેરમાં આ વિસ્તારોમાંથી કોરોનાના કેસ વધારે
ચિત્રકૂટધામ, હાઉસિંગ બોર્ડ, પંચનાથ પ્લોટ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, ધર્મજીવન સોસાયટી, સ્વાતિ સોસાયટી, શિવમ પાર્ક, શિવશક્તિ કૃપા, ટોપલેન્ડ રેસિડેન્સી, આલાપ સેન્ચ્યુરી, પારિજાત રેસિડેન્સી, સ્વાશ્રય, સોમનાથ સોસાયટી, નાનામવા સર્કલ, સિલ્વર સ્ટોન સોસાયટી, પુષ્કરધામ સોસાયટી, પટેલ પાર્ક, જનકલ્યાણ સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, કાલાવડ રોડ, ગોપાલ ચોક, મોરબી રોડ.

સીએમનો રોડ શોમાં કોરોના વિસ્ફોટ થાય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
સીએમનો રોડ શોમાં કોરોના વિસ્ફોટ થાય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

ગઇકાલે શહેરમાં 36 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં ગઇકાલે નવા 36 કેસ નોંધાયા હતા. તેની સામે 37ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ 271 પર છે. કાલે નવા કેસ આવ્યા હતા તેમાં 5 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામના કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ કરાયા છે પણ છેલ્લા 10 દિવસ થયા હજુ પણ ટેસ્ટની સંખ્યા 2000ની આસપાસ જ રહે છે તેમાં વધારો થતો નથી. આ કારણે શહેરનો પોઝિટિવિટી રેટ ક્રમશ: વધી રહ્યો છે. રવિવારે માંડ 1000 ટેસ્ટ કરાતા પોઝિટિવિટી રેશિયો 4 ટકાની નજીક આવી ગયો હતો. જે ગઈકાલે ઘટીને 1.5 ટકાએ નોંધાયો હતો. જ્યારે કુલ પોઝિટિવિટી રેટ હાલ 2 ટકાની આસપાસ છે. જિલ્લામાં ગઇકાલે 21 કેસ નોંધાયા હતા જેમાંથી 17 કેસ ધોરાજી તાલુકામાં આવ્યા હતા.

રજકોટ જિલ્લામાં 3 દિવસથી કેસની સંખ્યા 60 નજીક સ્થિર
રાજકોટ શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી કોરોના કેસની સંખ્યા 60ની નજીક સ્થિર થઈ છે. મંગળવારે શહેરમાં 36 અને ગ્રામ્યમાં 21 સહિત કુલ 57 કેસ સામે આવ્યા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 408 થઈ છે તેમજ કુલ કેસ 58437 થયા છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

આજે 15-18 વર્ષના ગ્રુપના 13138ને વેક્સિન અપાઈ
રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 15-18 વર્ષના કુલ 13138 તરૂણોને રસી આપવામાં આવી છે. 3 જાન્યુઆરીથી આજ સુધીના કુલ 45878 તરૂણોને રસી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...