ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં કોરોનાએ સદી ફટકારી છતા લોકો બિનધાસ્ત, ઉતરાયણની પહેલા બજારમાં મેળાવડો, મોટાભાગના લોકો માસ્ક વગર ફરે છે

રાજકોટ12 દિવસ પહેલા
  • કોરોના વધતા કેસ વચ્ચે શહેરીજનો બેદરકાર, સદર બજારમાં કીડિયારું ઉભરાયું,
  • પતંગ અને ફિકરીનો ખરીદીમાં સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભૂલ્યા

રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના 110 કેસ નોંધાઇ ચુક્યા છે અને કોરોના પોઝિટિવ કેસના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. હાલ ઉતરાયણના પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા શહેરનીમુખ્ય સદર બજાર પર જઇ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકવનારા દૃશ્યો સામે આવ્યા છે. લોકો પતંગ અને દોરાની અંતિમ ખરીદી કરવા પહોંચ્યા હતા. જ્યાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. અહીં 70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા
70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા

પતંગ દોરાની ખરીદી માટે ભીડ જોવા મળી હતી
સામાન્ય રીતે ઉતરાયણ ની આગલી એટલે કે 13 તારીખે મોડી રાત સુધી લોકો પતંગ દોરાની ખરીદી કરવા રાજકોટની સદર બજારમાં આવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાથી રાત્રી કર્ફ્યુ ના કારણે લોકો ઉતરાયણ ના અગાઉના દિવસો તેમજ આગલી સાંજે પતંગ દોરાની ખરીદી કરવા પહોંચી જતા હોય છે. આજે પણ સાંજના 5 વાગ્યા બાદ સદર બજારમાં કીડિયારું ઉભરાયું હોય તેમ લોકોની મોટી સંખ્યામાં પતંગ દોરાની ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

આ વર્ષે પતંગ-દોરાના ભાવને પણ મોંઘવારી નડી છે
આ વર્ષે પતંગ-દોરાના ભાવને પણ મોંઘવારી નડી છે
વેપારીઓ અને ગ્રાહકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
વેપારીઓ અને ગ્રાહકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

રો-મટીરીયલમાં 20% જેટલો ભાવ વધારો જોવા મળ્યો
રાજકોટ દિવ્યભાસ્કરની ટીમદ્વારા આજે 6 વાગ્યે સદર બજારની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે બજારમાં લોકોની ભીડ પતંગ દોરાની ખરીદી માટે જોવા મળતી હતી. રાજકોટના લોકો સામાન્ય રીતે રાત્રે ખરીદી કરતા હોય પરંતુ આ વર્ષે રાત્રીના 10 વાગ્યે કર્ફ્યુ અમલમાં આવી જતું હોવાથી સાંજના સમયે પતંગ દોરાની ખરીદી શરૂ કરી હતી. વેપારીઓનું માનીએ તો આ વર્ષે રો-મટીરીયલમાં ભાવ વધારો હોવાથી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જો કે આ છતાં પણ લોકો મહામારી ને ભૂલી ઉતરાયણના પર્વને મનાવવા માટે પતંગ દોરાની ખરીદી કરી જેથી વેપારીઓમાં વેપાર પણ સારો થયા હોવાનું અનુમાન બાંધવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...