તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:રાજકોટની મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 10 વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, ઓફલાઇન અભ્યાસ બંધ, ઓનલાઇન ચાલુ

રાજકોટ2 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓ અને 1 વિદ્યાર્થિનીને કોરોના આવ્યો
  • વિદ્યાર્થીઓને તત્કાલિન વેક્સિન આપવાની કામગીરી કરાશે- મેડિકલ કોલેજના ડીન

રાજકોટમાં ફરી કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં ફર્સ્ટ યરના 10 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે આ કોરોના વિસ્ફોટના કારણે મેડિકલ કોલેજમાં ચાલતો ઓફલાઈન અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે અને ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને તત્કાલિન વેક્સિન આપવાની કામગીરી કરાશે- મેડિકલ કોલેજના ડીન
હાલ મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓ પૈકી 1 વિદ્યાર્થિની અને 9 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણી દ્વારા મેડિકલ સ્ટાફની તત્કાલિક બેઠક બોલવાઈ હતી. બેઠકમાં આજથી વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નિવેદન આપતા ડો.મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેરમાં સારવાર શરૂ કરવામાં આવી છે અને કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓને તત્કાલિન વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે .

પાર્ટ એન્ડિંગની પરીક્ષા યોજાઇ તે પહેલા કોરોના ફેલાયો
હાલ મેડિકલના વિદ્યાર્થીઓની પાર્ટ એન્ડિંગની પરીક્ષા યોજાનાર છે. તે પહેલા જ કોરોનાએ તરખાટ મચાવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો