સંભાવના:વર્ષે 350 કરોડના પગાર ખર્ચ સામે કોરોનાથી આવકમાં મોટા ગાબડાંનો અંદાજ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધની હત્યા કર્યા બાદ આરોપીએ પત્નીને આઇ લવ યૂ કહેનારને હત્યામાં સંડોવવાનો પ્રયાસ કર્યો
  • બારદાન ગલીમાં ચોકીદાર વૃદ્ધની હત્યા કરનાર પરપ્રાંતીય શખ્સ અને તેની સગર્ભા પત્નીના કોરોના ટેસ્ટ કરાવાયા

શહેરના મોરબી રોડ પરના લાતી પ્લોટમાં આવેલી બારદાન ગલીમાં ચોકીદાર વૃદ્ધને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં પોલીસે પરપ્રાંતીય શખ્સ અને તેની સગર્ભા પત્નીને સકંજામાં લીધા હતા. હત્યાના આરોપી શખ્સે તેની પત્નીને આઇ લવ યૂ કહેનાર શખ્સને હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસની જાગૃતતાથી તેમાં તેને સફળતા મળી નહોતી. મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતા અને બારદાન ગલીમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ ભાદાભાઇ ચાવડા (ઉ.વ.65)ની મંગળવારે હત્યા કરાયેલી લાશ કોથળાના ઢગલાં નીચેથી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીની કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી બારદાન ગલીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના અલીમહમદ છોટુઅલી સાંઇ (ઉ.વ.28) અને સગર્ભા પત્ની નનકીબેગમ અલીમહમદ (ઉ.વ.24)ને ઉઠાવી લીધા હતા.

હત્યામાં અલીમહમદની સંડોવણી સ્પષ્ટ થતાં પોલીસે તેને ઉઠાવી લીધો હતો, લાશને ઢસડી હોવાના ઘટનાસ્થળથી નિશાન મળ્યા હોવાથી હત્યામાં બીજી વ્યક્તિની સંડોવણીની પોલીસની શંકા દૃઢ બની હતી. પોલીસે બીજા આરોપી અંગે અલીમહમદની પૂછપરછ કરતાં તેણે હત્યામાં પોતાની સાથે એ વિસ્તારના સિકંદર નામના શખ્સની સંડોવણી હોવાનું કહેતાં જ પોલીસે સિકંદરને ઉઠાવી લીધો હતો અને આગવીઢબે પૂછપરછ શરૂ કરી હતી, જોકે સિકંદરે પોતે નિર્દોષ હોવાનું જ રટણ રટ્યું હતું. સિકંદર નિર્દોષ હોવાનું લાગતા પોલીસે ફરીથી અલીમહમદને હાથ પર લઇ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે કહ્યું હતું કે, ઘટનાના દિવસે જ સિકંદરે ફોન કરી તેની પત્ની નાનકીબેગમને આઇ લવ યૂ કહ્યું હતું, પત્નીને આવા શબ્દો કહેનારને હત્યામાં સંડોવી દેવા તેનું નામ આપ્યાની અંતે તેણે કબૂલાત આપી હતી, અને લાશ અન્ય કોઇએ નહીં પરંતુ તેની પત્ની નનકીબેગમે જ ઢસડી હોવાનું કહેતા પોલીસે તેને પણ ઉઠાવી લીધી હતી. બંને આરોપીના કોરોના રિપોર્ટ કરાવ્યા હતા, રિપોર્ટ બાદ બંનેેની ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...