તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Epidemic And The Summer Season, The Health Department Issued An Alert, Took Samples Of Ice Cream And Checked 19 Mango Traders There.

ચેકિંગ:રાજકોટમાં કોરોના મહામારી અને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ એલર્ટ, આઇસ્ક્રીમના સેમ્પલ લીધા અને 19 કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે, પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે

ઉનાળાની ઋતુમાં આઇસ્ક્રિમ અને કેરીનું વધુ વેચાણ થતું હોવાથી નગરજનોના સ્વાસ્થ્યની કાળજી રાખી કોરોના મહામારી અને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા જુદી જુદી બ્રાન્ડમાં આઇસ્ક્રિમના નમૂના પૃથક્કરણ માટે લેવામા આવ્યા હતા તથા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઈડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા અંગે કુલ 19 આસમીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

લીધેલ સેમ્પલ :-
1. અમેરિકન ડ્રાય ફ્રૂટ ( 100 એમએલ પેકેટ), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-1
2. વિમલ અરેબિયન ડેલિટ આઇસ્ક્રિમ ( 700 એમએલ પેકેટ), રવિરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-1,
3. ક્રિમ બેલ ફેનરસિયા બાઉરબોન બાઇટ (ફ્રોઝન ડિઝર્ટ), રવિરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-1
4. શીતલ કાજુ ગુલકંદ આઇસક્રિમ (700 એમએલ પેકમાંથી), પ્રિયા એન્ટરપ્રાઇસ, વિરાણી આઘાટ ઘનશ્યામ ઇન્ડ એરીયા,
5. મોમાઇ માવા બદામ મીડીયમ ફેટ આઇસ્ક્રિમ (700 મીલી પેકેટમાંથી), જય જલિયાણ એન્ટરપ્રાઇઝ, શિતલ પાર્ક મેઇન રોડ,
6. અજંતા આઇસ્ક્રિમ બદામ મસ્તી (100 મિલિ પેકેટમાથી), ગાંધીગ્રામ.

19 આસમીઓની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું
19 આસમીઓની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું

કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

  • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે.
  • છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
  • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.
અન્ય સમાચારો પણ છે...