તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રના જૂનાગઢ, મોરબી, જામનગર, દ્વારકા 10 દિવસ પહેલા જ ગ્રીન ઝોનમાં આવતા હતા. આથી આ વિસ્તારોમાં સરકારે થોડી છૂટછાટ આપી હતી. પરંતુ અમદાવાદ અને સુરતથી આવેલા લોકોએ જે તે વિસ્તારના વહીવટી તંત્રની કામગીરી પર પાણી ફેરવ્યું નાખ્યું છે. સૌરાષ્ટ્રમાં 1 મેના રોજ 135 પોઝિટિવ કેસ હતા. પરંતુ દસ દિવસ બાદ અટલે કે 10 મેના રોજ કેસની સંખ્યા બમણી થઇ 269 કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા. 10 દિવસમાં જ કેસ બમણા થતા ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓની બાદબાકી થઇ ગઇ છે. રાજ્યમાં એકમાત્ર અમરેલી જિલ્લો એવો છે કે જ્યાં હજી સુધી એક પણ કેસ નોંધાયો નથી. બાકીના ગ્રીન ઝોનમાં આવતા તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર પર કોરોનાનું જોખમ વધતું જાય છે
સવા મહિના સુધી પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી પર સરકારની છૂટછાટે પાણી ફેરવી દીધું છે. લોકડાઉનમાં એક સપ્તાહ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે. કોરોના સામે 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનું સૌરાષ્ટ્રમાં ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. આથી અમદાવાદ-સુરત ઝોનની સરખામણીએ સૌરાષ્ટ્ર ઘણું જ સલામત રહ્યું. પરંતુ રાજ્ય સરકારે આંતર જિલ્લા હેરફેરની છૂટ આપતા સુરક્ષિત સૌરાષ્ટ્ર કોરોનાનું ભોગ બન્યું છે. અમદાવાદ, સુરતથી રોજ હજારો લોકો ખાનગી બસોમાં આવી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર પર કોરોનાનું જોખમ વધતું જાય છે.
10 દિવસ પહેલા સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાં મળીને કુલ 135 પોઝિટિવ કેસ હતા
દસ દિવસ પહેલાનાં આંકડા જોઈએ તો સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાં મળીને કુલ 135 પોઝિટિવ કેસ હતા. તેની સામે મૃત્યૃ 8 થયા હતા. તેમાં પણ સૌથી વધુ રેડ ઝોન ભાવનગર જિલ્લામાં પાંચ મોત હતા. જયારે દસ દિવસ બાદ એટલે કે 10 મેના રોજ આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસ વધીને 269 થયા છે. ગીર સોમનાથનાથનાં 8 કેસનો તો આ આંકડામાં સમાવેશ કરીએ તો દસ દિવસમાં પોઝિટિવ કેસ વધીને બમણાં થઈ ગયા છે. મૃત્યૃઆંક વધીને 10 થયો છે.
રાજકોટમાં 10 દિવસમાં 8 કેસ વધ્યા
રાજકોટમાં 58 કેસ હતા તે વધીને 66 થઈ ગયા છે. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકા કોરોના મુકત હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક જ કેસ આવ્યો હતો તેમાં બે કેસ થયા છે. જામનગર સલામત હતું તેને પણ અમદાવાદથી આવેલી વ્યકિતઓનાં કારણે પોઝિટિવ કેસોમાં ઉછાળો આવ્યો અને સંખ્યા 26 સુધી પહોંચી ગઈ. આવું બોટાદ અને રાજકોટમાં પણ બન્યુ છે. હાલ જે કોરોના પોઝિટિવ કેસ આવે છે તેમાં મોટાભાગનાની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની બહાર આવી રહી છે. આમ લોકોને આંતર જિલ્લાની પરવાનગી આપવામાં આવી તે સૌરાષ્ટ્રને મોંઘી પડી છે.
અમદાવાદ અને સુરત સહિતનાં વિસ્તારોમાંથી સૌથી વધુ લોકો સૌરાષ્ટ્ર તરફ જ આવી રહ્યા છે
સૌથી વધુ મહત્વનું એ છે કે અમદાવાદ અને સુરત સહિતનાં વિસ્તારોમાંથી સૌથી વધુ લોકો સૌરાષ્ટ્ર તરફ જ આવી રહ્યા છે. ખાનગી વાહનો અને એસટીની બસો મારફત રોજ હજારો લોકો સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે તેનાથી સ્થિતિ બગડી રહી છે. સૌરાષ્ટ્રનાં ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જાહેર કરાયેલા જિલ્લા લોકડાઉન 3 પુરુ થવા આડે છે ત્યારે હવે વધુ છૂટછાટ મળશે તેની રાહ જોઈને બેઠા હતા તેના બદલે નિયંત્રણો આવી જાય તેવી જોખમી હાલત થઈ છે.
સુરતથી આવતા રત્નકલાકારોને કારણે અમરેલી પર તોળાતું જોખમ
સૌરાષ્ટ્રનાં લાખો લોકોએ લોકડાઉનનું ચુસ્ત પાલન કર્યું અને કોરોનાને કાબૂમાં રાખ્યો પણ હવે છેલ્લે છેલ્લે સરકારના એક નિર્ણયથી સૌરાષ્ટ્રને સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં સરકારના એક નિર્ણયથી સૌરાષ્ટ્ર ભેળાય ગયું હોય લોકોમાં સરકારના આ નિર્ણય સામે રોષ છે.સૌરાષ્ટ્રના દ્વારકા અને જૂનાગઢમાં દસ દિવસ પહેલા કોરોનાનો એક પણ કેસ હતો નહીં પણ દસ દિવસમાં જૂનાગઢ અને દ્વારકામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે એક માત્ર અમરેલી જિલ્લો કોરો રહ્યો છે પણ સુરતથી રત્નકલાકારોને વતનમાં આવવાની છૂટ આપવામાં આવતા અમરેલીમાં રોજ હજારો લોકો આવી રહ્યા છે એટલે અમરેલી પર પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 10 દિવસ પહેલા અને બાદમાં નોંધાયેલા આંકડા
-ભાવનગરમાં 1 મેના રોજ 47 કેસ હતા અને 10મેએ 94 થયા. તેમજ 1 મેએ 5 મોત હતા અને 10મે સુધીમાં 7 થયા. -રાજકોટમાં 1 મેના રોજ 58 કેસ હતા જે 10મેના રોજ 66 થયા અને એકનું જ મૃત્યુ થયું છે -બોટાદમાં 1 મેના રોજ 21 કેસ હતા અને 10મેના રોજ 56 થયા અને મૃત્યુ એક જ છે -ગીરસોમનાથમાં 1 મેના રોજ 3 કેસ હતા અને 10 મેના રોજ 12 કેસ થયા -દ્વારકામાં 1મેના રોજ એકપણ કેસ નહોતો અને 10મેના રોજ 4 કેસ થયા -જામનગરમાં એક મેના રોજ 1કેસ હતો અને 10મેના રોજ 26 કેસ થયા -જૂનાગઢમાં 1 મેના રોજ એકપણ કેસ નહોતો અને 10મેના રોજ 3 કેસ થયા -મોરબીમાં 1 મેના રોજ 1 કેસ હતો અને 10મેના રોજ 2 કેસ થયા -પોરબંદરમાં 1મેના રોજ 3 કેસ હતા ત્યારબાદ એક પણ કેસ નોંધાયો નથી -સુરેન્દ્રનગરમાં 1મેના રોજ 1કેસ હતો અને 10મેના રોજ 3 કેસ થયા
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.