રાજકોટના આજના કન્ટેન્મેન્ટ ઝોન:શહેરમાં ગઇકાલ કરતા 1 અને ગ્રામ્યમાં 3 કેસનો ઘટાડો, ગોંડલના હવામહેલ, નારાયણનગર, ભોજરાજપરા કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં આજે નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા
  • એક્ટિવ કેસની સંખ્યા 271 અને 37 દર્દી ડિસ્ચાર્જ
  • ગ્રામ્યમાં આજે 4 કેસ નોંધાયા, 3 કેસ ગોંડલમાં નોંધાયા

રાજકોટમાં શહેરમાં આજે નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 43270 પર પહોંચી છે અને એક્ટિવ કેસ 271 થયા છે. આજે 37 દર્દીએ કોરોનાને માત આપતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ગ્રામ્યમાં આજે 21 કેસ નોંધાયા છે જેમાં 3 કેસ ગોંડલમાં નોંધાયા છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 15107 પર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 137 થઇ છે. જેમાં 8 દર્દી હોસ્પિટલ હેઠળ અને 129 દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર હેઠળ છે. ગઇકાલે શહેરમાં 37 અને ગ્રામ્યમાં 21 કેસ નોંધાયા હતા.

શહેરના 37માંથી 18 વર્ષના નીચેના 5 સંક્રમિત થયા હતા. તેમજ એક જ બસમાં જામજોધપુરથી મુસાફરી કરીને ઉપલેટાની મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ધો.1થી 10ના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. આથી તરૂણો પર કોરોના હાવી થઇ રહ્યો છે. રાજકોટમાં સૌથી વધારે વૈશાલીનગરમાં 5 કેસ નોંધાયા હતા.

ગોંડલમાં ત્રણ વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ
- હવા મહેલ
- નારાયણનગર
- ભોજરાજપરા

ઉપલેટાની સ્કૂલ 8 દિવસ સુધી બંધ
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી મધર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ તમામના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતા જાણવા મળ્યું હતું કે, બધા વિદ્યાર્થીઓ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના છે અને તેઓ એક જ બસમાં જામજોધપુરથી ઉપલેટા અને ત્યાંથી ફરી જામજોધપુર જતા હતા. રિપોર્ટને પગલે સંચાલકોએ શાળા 8 દિવસ સુધી બંધ રાખી માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાવ્યું છે.

જામનગર જિલ્લા આરોગ્યને એલર્ટ કરાયું
જ્યારે જામનગર જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરાતા દરેક વિદ્યાર્થીના ઘરે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ચાલુ કરાઈ છે. જામનગર જિલ્લા વિકાસ અધિકારી મીહિર પટેલના જણાવ્યા અનુસાર ઉપલેટા અભ્યાસ માટે જતી એક વિદ્યાર્થિનીમાં કોરોનાના લક્ષણ જણાતા સેમ્પલ લેવાયા હતા. જેમાં તે પોઝિટિવ આવતા તેની સાથે મુસાફરી કરતા તમામ બાળકોના એન્ટિજન ટેસ્ટ કરાતા 12 પોઝિટિવ આવ્યા હતા. હવે આ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલાયા છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

ગોંડલમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત
આ ઉપરાંત ગોંડલમાં પણ સેન્ટમેરી સ્કૂલનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા શાળા 5 દિવસ બંધ રખાઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 24 કેસ આવ્યા હતા. જેમાં ગોંડલમાં રહેતા અને તાજેતરમાં કોલકાતાથી આવેલા 31 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ત્રંબાની આર. કે. કોલેજમાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા બે વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા
ઉલ્લેખનીય છે કે ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ થતા મેનેજમેન્ટ દ્વારા 8 દિવસ સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ત્રંબામાં 21 અને 22 વર્ષના બે યુવાન ઓમિક્રોન પોઝિટિવ જાહેર થતા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ 6 થયા છે.

રાજકોટમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો આજે બીજો દિવસ.
રાજકોટમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો આજે બીજો દિવસ.

આજે બપોર સુધીમાં 15થી 18 વર્ષના 11336 વિદ્યાર્થીને વેક્સિન અપાઈ
રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 15થી 18 વર્ષના કુલ 18366 બાળકો અને ગઈકાલના કુલ 14374 બાળકો સહિત કુલ 32740 બાળકોને રસી અપાઈ છે. શહેરમાં ઢેબર રોડ ઉપર આવેલી કડવીબાઈ કન્યા વિદ્યાલય ખાતે એક સાથે 1650 જેટલી કિશોરીઓનું સામૂહિક વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...