તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે રસી જ અક્સિર:રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ થયા તેમાંથી 90 ટકા મૃતકો રસીકરણ વગરના, ડેથ ઓડિટ કમિટીનું તારણ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી 157 દર્દીના મોત

રાજકોટમાં કોરોનાથી અત્યાર સુધીમાં જેટલા મૃત્યુ પામ્યા છે તેમાંથી 90 ટકા મૃતકો રસીકરણ વગરના છે. હાલ પણ જે મૃત્યુ આંક આવી રહ્યો છે તેમાંથી પણ મોટાભાગના કેસમાં કોરોનાની રસી લીધી ન હોય તેવા દર્દી જ હોવાનું બહાર આવે છે. આ તારણ ડેથ ઓડિટ કમિટીનું હોવાનું રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન જણાવી રહ્યાં છે. કલેક્ટરે ટેસ્ટિંગ અને વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરી છે. વેક્સિન વગરના કોરોના સ્પ્રેડર્સ બની શકે છે. રાજકોટ જિલ્લામાં રોજના 20 હજાર લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. ઉલ્લખનીય છે કે રાજકોટ શહેરમાં મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી 157 દર્દીના મોત નીપજ્યા છે.

સરકારનું વેક્સિનેશનનું પ્રમાણ વધારવા આયોજન
રાજકોટમાં કાતિલ કોરોના સામે કવચ આપતી રસી આપવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. સંક્રમણની ચેનલ વિસ્તરતી જાય છે ત્યાંરે સરકારે વેક્સિનેશનનું પ્રમાણ વધારવા આયોજન કર્યુ છે. કોરોનાનો ત્રીજો તબક્કો ભયાનક રીતે ફેલાય રહ્યો છે. ત્યાંરે ડેથ કમિટીએ એક અભ્યાસ બાદ એવુ તારણ કાઢ્યું છે કે, રાજકોટમાં કોરોનાથી જેટલા મૃત્યુ પામ્યા છે તેમાંથી 90 ટકા મૃતકો કોરોના વેક્સિન વગરના છે. આ સાથે કલેક્ટરે એવી અપીલ કરી છે કે, 45 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોએ વેક્સિન લેવાની ફરજ નિભાવે. વેક્સિનેશન એ જ એકમાત્ર કોરોના સામેની લડત છે.

વેક્સિન જ કોરોના સામેની લડતનો એકમાત્ર ઉપાય (ફાઇલ તસવીર).
વેક્સિન જ કોરોના સામેની લડતનો એકમાત્ર ઉપાય (ફાઇલ તસવીર).

રસીકરણ એ જ એકમાત્ર કોરોના સામેની લડત
રાજકોટ સહિત ગુજરાતમાં ફરી એક વખત કાતિલ વાયરસ બેકાબૂ બનતો જાય છે. શહેરમાં ભયાનક રીતે કોરોના વિસ્ફોટ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે ત્યારે કોરોના સામે કવચ આપતી રસી અસરકારક સાબિત થઇ હોવાના સરકારના દાવાથી લોકોના જીવને થોડો હાશકારો જરૂર થયો છે. કોરોનાનો કાતિલ વાયરસ હવે ભયાનક સ્વરૂપ સાથે ફેલાય રહ્યો છે. પોઝિટિવ કેસ ત્રણ આંકડામાં અને મૃત્યુ બે આંકડામાં આવવા લાગ્યા છે. ત્યાંરે આજથી વેક્સિનેશન ઝૂંબેશમાં 45 વર્ષથી ઉપરની વયની કોઇ પણ વ્યક્તિ રસી લઇ શકે તેનો પ્રારંભ કરાયો છે. ત્યાંરે કલેક્ટર રેમ્યા મોહને એવો અનુરોધ કર્યો છે કે, રસીકરણ એ જ એકમાત્ર કોરોના સામેની લડત છે. કોરોનાને હરાવવો હોય તો તેની સામેનું કવચ લેવું જરૂરી છે.

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર).
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન (ફાઇલ તસવીર).

જિલ્લામાં રોજના 20 હજાર લોકોને વેક્સિનેશનનો લક્ષ્યાંક
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ડેથ કમિટીએ એક અભ્યાસ બાદ એવુ તારણ કાઢ્યુ છે કે, રાજકોટમાં કોરોનાથી અત્યાર સુધીમાં જેટલા મૃત્યુ પામ્યા છે તેમાંથી 90 ટકા મૃતકો રસીકરણ વગરના છે. હાલ પણ જે મૃત્યુઆંક આવી રહ્યો છે તેમાંથી પણ મોટાભાગના કેસમાં કોરોનાની રસી લીધી ન હોય તેવા દર્દી જ હોવાનું બહાર આવે છે. જિલ્લામાં રોજના 20 હજાર લોકોને વેક્સિનેશનનો લક્ષ્યાંક છે. મહાનગરપાલિકા હદમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો