કોરોનાનો વધતો કહેર:રાજકોટમાં કોરોના 24000ને પાર, વધુ 70 કેસ પોઝિટિવ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 24 હજારથી વધી ગઇ છે. રવિવારે શહેર અને જિલ્લામાં 70 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 24056 થઇ છે. બીજી તરફ શહેરના 61 દર્દીઓને રજા અપાઈ છે.

મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે 61 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે 61 દર્દીને રજા આપવામાં આવી છે. હવે શહેરમાં 249 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં કુલ 16907 લોકોનો રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ નોંધાયો છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ જિલ્લામાં માત્ર 9 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લામાં હાલ 71 એક્ટીવ કેસ છે, શહેર અને જિલ્લામાં કુલ કેસ 24056 નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...