કોરોના વિદાય તરફ:રાજકોટમાં અસંખ્ય લોકોનો ભોગ લેનાર કોરોના ખોખલો થયો, 420માંથી 5 ખાનગીમાં અને 20 દર્દી સિવિલમાં દાખલ, 400ના ટેસ્ટ સામે રોજ 4નો પોઝિટિવ રિપોર્ટ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • ગ્રામ્યમાં પણ 23 દર્દી હોસ્પિટલમાં દાખલ, 47 દર્દી હોમ આઈસોલેટ
  • રોજિંદા કેસ સિંગલ ડિજીટમાં, સરેરાશ દોઢ ટકાનો જ પોઝિટિવ રિપોર્ટ

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ વિશ્વ આખાને પોતાના ભરડામાં લીધું છે. તેમાંય ખાસ કરીને બીજી લહેરમાં રાજકોટ સહિત દેશભરમાં અસંખ્ય લોકો કોરોનામાં મોતને ભેટ્યા હતા. પરંતુ રાજકોટમાં હાલ કોરોના વિદાય તરફ આગળ વધી રહ્યો હોય તેમ સરકારી આંકડા બતાવી રહ્યા છે. રાજકોટમાં 420 દર્દીમાંથી 5 દર્દી ખાનગી હોસ્પિટલોમાં અને 20 દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના હોમ આઇસોલેટ છે. શહેરમાં રોજ 400 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં માત્ર 4 કે તેથી ઓછા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ તળિયે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 23 દર્દી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 47 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. રોજિંદા કેસ હવે સિંગલ ડિજીટમાં આવી ગયા છે. રાજકોટમાં 70 ટકા લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યુ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ તળિયે આવી ગયું છે. ત્યારે હવે નિયમીત થતા ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. નિદાનમાં હવે પોઝિટિવ રેશિયો પણ એકાદ ટકા આસપાસ રહેતો હોય છે. તંત્ર આ બાબતને ખૂબ રાહતરૂપ ગણે છે. ગઇકાલે છેલ્લા દિવસોનો સૌથી નીચો પોઝિટિવ રેટ નોંધાયો હતો.

ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો.
ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો.

કોરોના ટેસ્ટિંગની સંખ્યા 1200ની આસપાસ આવી
છેલ્લા 8 દિવસમાં રાજકોટમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 1200ની આસપાસ આવી છે. ઘણી વખત હવે ત્રણ આંકડામાં ટેસ્ટ થાય છે. હવે લક્ષણોવાળા લોકો મોટાભાગે રહ્યા ન હોય આ સ્થિતિ સુધરી છે. ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતા નિદાનની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો થયો છે. મનપાએ હજુ તમામ આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા ચાલુ રાખી છે. પરંતુ હવે તો રોજિંદા કેસ એક આંકડામાં આવી ગયા છે.

મનપાએ તમામ ટેસ્ટિંગ બુથ ચાલુ રાખ્યા છે.
મનપાએ તમામ ટેસ્ટિંગ બુથ ચાલુ રાખ્યા છે.

એક અઠવાડિયાથી પોઝિટિવ રેટ 1 ટકા નીચે
છેલ્લા કેટલાક દિવસોમાં એક વખત તો પોઝિટિવ રેટ એક ટકાની અંદર આવી ગયો હતો. 21 જુનના રોજ 1154 ટેસ્ટ કરાતા 0.78 ટકા એટલે કે 9 રિપોર્ટ પોઝીટીવ હતા. 6 જુનના રોજ 1918 ટેસ્ટમાં માત્ર 0.83 ટકા એટલે કે 16 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ રેશિયો એક તબક્કે બે આંકડામાં પણ પહોંચી ગયો હતો. આ બાદના દિવસોમાં રોજિંદો પોઝિટિવ રેટ 1.25 ટકાથી 2.20 ટકા સુધી રહ્યો છે.

સ્થળ પર રજિસ્ટ્રેશન થતું હોવાથી વેક્સિન લેનારની સંખ્યા વધી.
સ્થળ પર રજિસ્ટ્રેશન થતું હોવાથી વેક્સિન લેનારની સંખ્યા વધી.

રાજકોટમાં વેક્સિનેશનનું મહાઅભિયાન
સરેરાશ પોઝિટિવ રેશિયો છેલ્લા દિવસોનો દોઢ ટકા આસપાસ જ હોવાનું આરોગ્ય તંત્ર સત્તાવાર રીતે કહે છે. દરમિયાન ગઇકાલે બપોરે એક વાગ્યા સુધીમાં 18થી 44 વર્ષના 3474 અને 45 વર્ષ ઉપરના 2462 સહિત 5936 નાગરિકોએ રસી લીધી હતી. તો 21 જુનના રોજ વેક્સિનેશનના મહાઅભિયાનના પ્રારંભે 6297 નાગરિકોએ રસી લીધી હતી.

ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસના આંકડા

તારીખટેસ્ટિંગકેસ
14 જુન126419
15 જુન190422
16 જુન166219
17 જુન172118
18 જુન166619
19 જુન-13
20 જુન7728
21 જુન11549