એનાલિસિસ:રાજકોટમાં કોરોના કેસ વધતા દવાઓનાં વેચાણમાં 20%નો વધારો, દર્દીઓ હોમઆઇસોલેટ થતા સૌથી વધુ પેરાસિટામોલ અને ડોલોની માંગ

રાજકોટ6 મહિનો પહેલા
  • ત્રીજી લહેર આવે તો દવાની અછત નહીં સર્જાઈ: મેડિકલ સ્ટોર્સ એસો.
  • એક સપ્તાહથી પેરાસિટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે

રાજકોટ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સાથે-સાથે જિલ્લામાં પણ કોરોનાનાં કેસોમાં ખાસ્સો વધારો થયો છે. જો કે આ પૈકી મોટાભાગનાં સંક્રમિત દર્દીઓ વેક્સિનેટેડ છે, અને હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જેને પગલે કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો થયો છે. તેમાંય પેરાસિટામોલ અને ડોલોની માંગ વધી છે. આ અંગે મેડિકલ સ્ટોર્સ એસોસોએશનનું કહેવું છે કે, જો ત્રીજી લહેર આવશે તો દવાની અછત સર્જાઈ નહીં તેટલો દવાનો સ્ટોક અમરી પાસે ઉપલબ્ધ છે.

કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો
કોરોનાની વિવિધ દવાઓનાં વેચાણમાં 20% જેટલો વધારો
ત્રીજી લહેર આવશે તો દવાની અછત નહીં સર્જાઈ: મેડિકલ સ્ટોર્સ એસો.
ત્રીજી લહેર આવશે તો દવાની અછત નહીં સર્જાઈ: મેડિકલ સ્ટોર્સ એસો.

ટેમિફ્લૂુ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટરનું વેચાણ વધ્યું
ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.નાં વાઇસ પ્રેસિડેન્ટ મયુરસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. જે અંતર્ગત એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ વધ્યું છે. જો કે આ દવાઓ ડાયરેકટ ડોક્ટર્સ દ્વારા અપાતી હોવાથી ટર્નઓવરમાં ખાસ કોઈ તફાવત જોવા મળ્યો નથી. આ સાથે જ કોરોના માટે જરૂરી ટેમિફ્લૂુ, રેમડેસીવીર અને માસ્ક-ઓક્સીમીટર સહિતનું વેચાણ વધ્યું છે. જોકે કંપનીઓ દ્વારા આ તમામ વસ્તુઓનો રિટર્ન પોલીસી હેઠળ વેંચાતી હોવાથી વધુ પડતો સ્ટોક કરવો શક્ય નથી. પણ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોઈપણ અછત ન સર્જાય તેટલો સ્ટોક હાલ ઉપલબ્ધ છે. માટે લોકોએ જરાપણ ગભરાવાની જરૂર નથી.

દવાનો પૂરતો સ્ટોક હોવાની સાથે જ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી
દવાનો પૂરતો સ્ટોક હોવાની સાથે જ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી
મોટીટાંકી ચોક ખાતે રિટેઇલ મેડિકલ સ્ટોર ધરાવતા પીયુષ જાવીયા
મોટીટાંકી ચોક ખાતે રિટેઇલ મેડિકલ સ્ટોર ધરાવતા પીયુષ જાવીયા

ઈન્જેક્શનની ખાસ કોઈ જરૂરિયાત નથી
બીજીતરફ મોટીટાંકી ચોક ખાતે રિટેઇલ મેડિકલ સ્ટોર ધરાવતા પીયુષ જાવીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી પેરાસિટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે. હાલ કોરોનાનાં કેસોમાં દર્દીઓ હોમ આઇસોલેટ વધુ થતા હોવાથી ઈન્જેક્શનની ખાસ કોઈ જરૂરિયાત નથી. પરંતુ ઇમ્યુનિટી વધારવા માટેની દવાઓ જેવી કે, વિટામિન સી, તેમજ મલ્ટી વિટામિન, આયુર્વેદિક દવા ગિલોય સહિતનું વેંચાણ વધ્યું છે. આ સાથે જ માસ્ક અને ઓક્સીમીટકર જેવી વસ્તુઓનું વેંચાણ પણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

એક સપ્તાહથી પેરાસીટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે
એક સપ્તાહથી પેરાસીટામોલ તેમજ શરદી-ઉધરસની દવાઓનું વેંચાણ અંદાજે 15% વધ્યું છે

ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેર આવી હતી. ત્યારે મેડિકલ ક્ષેત્રે કેટલીક દવાઓની અછતને લઈને ભારે અડાતફડી મચી જવા પામી હતી. ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે ત્યારે અત્યારથી મેડિકલ ક્ષેત્ર મુસીબતો સામે લડવા સજ્જ બની ગયું છે. અને દવાનો પૂરતો સ્ટોક હોવાની સાથે જ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી. ત્યારે લોકોને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈએ ખોટું પેનિક રાખવાની જરૂર નથી