કોરોના રાજકોટ LIVE / ભૂઈમાને થયો કોરોના, જેના ઘરે ગયા તે પોઝિટિવ હતા, ચેપ લાગ્યોઃ એક દિવસના વિરામ બાદ રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 6 નવા કેસ

corona cases increase in rajkot and saurashtra
X
corona cases increase in rajkot and saurashtra

  • આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
  • રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 273 થઈ, 9નાં મોત
  • પાંચ કેસ ધોરાજીમાંથી નીકળતા તંત્રમાં દોડધામ
  • રાજકોટ આવેલી શિતલા ગામની 4 વર્ષની બાળકી પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:51 AM IST

રાજકોટ શહેરમાં મંગળવારે 7 જ્યારે જિલ્લામાંથી 6 કેસ નીકળ્યા છે. જિલ્લામાં એક ગોંડલ જ્યારે બાકીના 5 ધોરાજીમાંથી નીકળ્યા છે. રાજકોટ શહેરમાંથી જે કેસ આવ્યા તેની હિસ્ટ્રીમાં કોઇને કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં હોવાનું મનપાના આરોગ્ય અધિકારી જણાવે છે. જો કે, દૂધસાગર રોડ પરથી જે કેસ નીકળ્યો તે મહિલા પોતે માતાજીના ભૂઇ હોવાનું અને દર રવિવાર, મંગળવારે ખોળો ખૂંદવા અલગ અલગ જગ્યાએ ગયાનું મહિલાના પતિએ જણાવ્યું છે.

રાંદલમાના લોટા તેડવા જતી મહિલાને ચેપ
શહેરના દૂધસાગર રોડ પર કામદાર વીમા દવાખાના પાછળ રહેતા 60 વર્ષીય રતનબેન દવેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રતનબેન માતાજીના ભૂઈ હોવાનું તેમના પતિ કેશવભાઈ જણાવે છે. આ કારણે જ્યારે રાંદલ માતાના લોટા હોય ત્યારે ખોળો ખૂંદવા જાય છે અને હાલમાં દર રવિવાર અને મંગળવારે ક્યાંકને ક્યાંક જવાનું થતું હોય છે છેલ્લે કનકનગરમાં ગયા હતા અને ત્યાં ઘણી મહિલાઓ એકઠી થઈ હતી. કનકનગરમાં એક બીમાર મહિલાનું બે દિવસ પહેલા કોરોનાથી મોત થયું છે એટલે રતનબેનને કારણે ચેપ લાગ્યો કે પછી કોઇ અન્ય મહિલાએ બધાને ચેપ લગાડ્યો તે જાણવામાં મનપાએ ધ્યાન આપ્યું નથી પણ છેલ્લા ઘણા દિવસોથી દર મંગળ અને રવિવારે તેઓ અલગ અલગ ઘરે જતા હતા તેથી આ મામલો ગંભીર બન્યો છે.

જિલ્લામાં કુલ 6 નવા કેસ આવ્યાં
રેલનગરમાં આધિયા નામની એક 4 વર્ષની બાળકી પોઝિટિવ આવી હતી. તપાસ કરતા બાળકી મૂળ કાલાવડના શિતલા ગામની છે અને અહીં તેના સંબંધીને ત્યાં પરિવાર સાથે આવ્યાનું જાણતા આ કેસ શહેરમાં ગણાયો નથી. આ સાથે રાજકોટ શહેરમાં કુલ 166 કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 6 કેસ નવા આવ્યા છે જેમાંથી 5 ધોરાજીના નીકળ્યા છે. આ તમામ કેસો જુદા જુદા વિસ્તારના છે. ગોંડલના જામવાડી વિસ્તારમાં રહેતા જયંતીભાઈ મકવાણાની તબિયત બગડતા સિવિલ લઈ જવાયા હતા જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયંતીભાઈ જસદણમાં પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે તેથી ત્યાંથી સંક્રમિત બન્યાની શંકા છે. આ સાથે  જિલ્લામાં કુલ 114 અને રાજકોટમાં કુલ 280 કેસ થયા છે. 

સિવિલમાં ક્ષમતા વધારાઇ
સિવિલ હોસ્પિટલમાં રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં જગ્યા પૂરતી રહે તે માટે અમુક વિભાગોમાંથી બેડ શિફ્ટ કરી 50 બેડ ઉમેરાયા છે. 

નર્સિંગ સ્ટાફને અમદાવાદ ન મોકલવા આવેદન
અમદાવાદમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને ફરજ પર મોકલવામાં આવી રહ્યા છે આ કારણે પોઝિટિવ આવવાનો ખતરો વધ્યો છે. રાજકોટમાં સ્ટાફની ઘટ આવતા મહિલા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી સ્ટાફને પરત બોલાવવા રજૂઆત કરી છે.

હાલારમાં 19, જૂનાગઢમાં 13 અને અમરેલી 3 કેસ નોંધાયા
હાલારમાં 18 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયાના કોરોનાગ્રસ્ત વૃધ્ધાનું મંગળવારે મોત નિપજયું હતું. સંક્રમિત દર્દીઓમાં 14 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. જામનગરમાં 15, ધ્રોલમાં 2, કાલાવડ અને ખંભાળિયામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબીમાં સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર ખાતેથી લેવાયેલા સેમ્પલમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કબીર ટેકરી વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં 9 અને જિલ્લામાં 4 તેમજ અમરેલી જીલ્લામાં 3 પોઝિટીવ કેસ નોંધાયા હતા. કોરાનાને કારણે વંડાના 51 વર્ષીય આધેડનું મોત. જ્યારે પોરબંદરમાં 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયો હતો.જામનગરમાં 9 કેસ નોંધાયા 
(1)ઉંમર 55 રહે. મેઇન પોસ્ટ ઓફિસની બાજુમાં સોઢાનો ડેલો, ચાંદી બજાર, જામનગર. 
(2)ઉંમર 60 રહે. નેશનલ પાર્ક શેરી નંબર 4,  બ્લોક નંબર 126, જામનગર.
(3)ઉંમર 72 રહે. દરબાર ગઢ જામનગર.
(4) ઉંમર 50 રહે. 101 અક્ષરધામ એપાર્ટમેન્ટ નિયર વાછડા દાદાનું મંદિર, એરફોર્સ ગેટ, જામનગર. 
(5)ઉમર 65 રહે. બી 206 ગ્રીન રેસીડેન્સી નિયર ક્રિષ્ના સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર.
(6)ઉંમર 60 રહે. રાધે ક્રિષ્ના પાર્ક બિહાઇન્ડ ભારત પેટ્રોલપંપ, ગુલાબનગર, જામનગર. 
(7)ઉમર 60 રહે. આનંદ કોલોની બિહાઇન્ડ ડેન્ટલ હોસ્પિટલ, જામનગર. 
(8)ઉંમર 67 રહે. 21 દિગ્વિજય પ્લોટ, જામનગર.
(9)ઉમર 25 રહે. ન્યૂ PG હોસ્ટેલ રૂમ નંબર 1119 GeGH કેમ્પસ જામનગર.

ધોરાજીમાં સતત બીજા દિવસે એકસાથે 5 કોરોના પોઝિટિવ કેસ
(1) ખરાવડ પ્લોટ, 40 વર્ષીય પુરુષ.
(2) સુધરાઈ કોલોની, 30 વર્ષીય પુરુષ
.(3) નવા બસ સ્ટેન્ડ પાસે, 46 વર્ષીય મહિલા
(4) ગોકુલપાન વાળી શેરી, 22 વર્ષીય મહિલા.
(5) બહારપુરા વણકર વાસ, 55 વર્ષાય પુરુષ

રાજકોટમાં 5 કેસ પોઝિટિવ
- જયસુખભાઈ જમનભાઈ સાંગાણી (ઉં.વ.49), મવડી મેઈન રોડ, રાજકોટ
- રસીલાબેન દિલીપભાઈ સગપરીયા (ઉં.વ.50),  માયાણી ચોક, રાજકોટ
- ડઢાણીયા નલીનીબેન (ઉં.વ.68), બી/1002, કિંગ્સ હાઈટ, અમીનમાર્ગ, રાજકોટ
- રોશનબેન નૌશાદભાઈ મીર (ઉં.વ.50), આમ્રપાલી, નહેરૂ નગર, રાજકોટ
- રતનબેન કેશવભાઈ દવે (ઉં.વ.60),દૂધ સાગર રોડ, વીમા દવાખાના પાછળ, રાજકોટ
-સોપાન હાઇટ્સમાં રહેતા હસમુખભાઇ મોહનભાઇ માણેક (ઉ.વ.65)
- કોઠારીયા રહેતા જયાબેન કેશુભાઇ સગપરીયા (ઉ.વ.63)

ભાવનગર જિલ્લામાં પતિ-પત્ની સહિત 10 કેસ પોઝિટિવ
કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.4690માં રહેતાં ગીતાબેન ભરત ભાઈ ઇટાલીયા (ઉં.વ.42) , કાળીયાબીડ કેસરીયા હનુમાન પાસે રહેતા ભૂપતભાઈ નયનચંદ શેઠ (ઉં.વ.54) અને અલ્કાબેન નયનચંદ શેઠ (ઉં.વ.52) તેમજ શિહોર કંસારા બજાર અને મુંબઈથી જયેશભાઇ પ્રાણલાલ કંસારા( ઉં.વ.45) અને વલ્લભીપુર રહેતા ચમનભાઈ દલવડિયા  (ઉં.વ.70)નો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નં. 25માં રહેતા ઈસાભાઈ અહમદભાઈ મગરેબી (ઉં.વ.67)ની તબિયત લથડતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દ નર્સિંગ છાત્રાલય સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શીતલ હિમંતસીંગ સોલંકી (ઉં.વ.23)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. મહુવાના ભદ્રા ગામે રહેતાં રાજેશભાઈ દુલાભાઈ સીસારા (ઉં.વ. 32) અને બુધેલ ગામે રહેતાં અને મારૂતિ ઈમ્પક્ષમાં બીજા માળે મેનેજર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીમાભાઈ મોરી (ઉં.વ. 46)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાળીયાબીડ પાણીની ટાંકી SBI બેંક સામે C/1036માં રહેતાં અમરશીભાઈ પરષોત્તમભાઈ મોણપરા ઉં.વ.58ને શ્વાસની ફરિયાદ હતી જેથી ડોકટરની સલાહ મુજબ ખાનગી લેબમાં સેમ્પલ લેવામાં આવેલ જેનું  પરીક્ષણ કરતાં રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

ભાવનગરમાં 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
બોટાદ મોટીવાડી વિસ્તારમાં રહેતા મંજુલાબેન ધીરૂભાઇ ચુડાસમા (ઉં.વ. 68) અને શિહોર રહેતાં દેવુબેન બળવંતભાઇ નૈયા (ઉં.વ.55) બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે.

અમરેલીમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો
અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલા અને વંડા ગામમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ખાંભાના રાણીંગપરા ગામમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. 

બોટાદમાં બે કેસ પોઝિટિવ આવ્યા 
મોટીવાડી વિસ્તારમાં 54 વર્ષના પુરુષનો અને મુસ્લિમ સોસાયટીમાં 45 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા છે. બોટાદ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ આંક 92 પર પહોંચ્યો છે. જેમાંથી ત્રણ લોકોના મોત અને 66 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા અને 23 દર્દીઓ સારવાર હેઠળ છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી