તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના@1:રાજ્યમાં એક વર્ષમાં 2.92 લાખ કેસ પણ આ મહિલા જેલમાં એકપણ કેસ નહીં, કોરોના મામલે ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • લોકડાઉન સમયે કેદીઓને ઘેર મોકલવામાં આવ્યા હતા, પરત ફરતા તેમના પણ ટેસ્ટ કર્યા હતા
  • મહિલા કેદીઓને કોવિડ ગાઇડલાઇન અંગે માર્ગદર્શન આપી ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું
  • જો કોઇ કેદીને લક્ષણ જણાય તો તુરંત જ તેને સારવાર આપવામાં આવે છે

એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના મહામારી મોત બનીને ત્રાટકી રહી છે. હાલ ગુજરાતમાં બીજી લહેરમાં પણ દરરોજ 1700 જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે. જો કે આમ છતાં રાજકોટ મધ્યસ્થ જેલનો મહિલા વિભાગ આજે પણ કોરોનામુક્ત બનીને ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે. મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં 80 થી 100 જેટલા મહિલા કેદીઓ છે. જેમાં સગર્ભા કેદીઓ અને બાળકો પણ રહે છે. પરંતુ જેલની સતર્કતાના કારણે હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.

રાજકોટ મધ્યસ્થ જેલમાં મેડિકલ ઓફિસર કવિતા કોટકએ DivyaBhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ દરમિયાન લગભગ મધ્યસ્થ જેલના મહિલા વિભાગમાં 100 જેટલી બહેનોની આવન જાવન રહી છે. આજ દિવસ સુધી જેલના મહિલા વિભાગમાં 106 RT-PCR , 317 એન્ટિજન ટેસ્ટ મળીને કુલ 423 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કેવી રીતે રાખે છે જેલ સ્ટાફ કાળજી?
મહિલા બેરેકમાં સગર્ભા મહિલાઓ પણ હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવે છે. મહિલા બેરેકમાં માસ્ક, હેન્ડ વોશ લિક્વિડ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને SOPનું પાલન કરવામાં આવે છે. આ માટે મહિલાઓને કોવિડ ગાઇડલાઇન અંગે માર્ગદર્શન આપી ખાસ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને દરેકને માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને અન્ય કેદીઓથી બને તેટલું અંતર રાખવા સૂચના આપવામાં આવી રહી છે.

રજા પુરી કરીને આવેલા કેદીઓને ટેસ્ટ કરી જેલમાં પ્રવેશ આપ્યો
લોકડાઉન સમય દરમિયાન કેદીઓને રજા આપી પોતાના ઘેર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેદીઓ રજા પૂર્ણ કરી પરત આવ્યા સમયે તમામના કોરોના RT-PCR ટેસ્ટ કરીને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે તેમાં એક પણ મહિલા કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. તેમજ આજે પણ જો કોઇ મહિલા બહારથી રજા પૂર્ણ કરી આવે તો તેનો પહેલા કોરોના ટેસ્ટ કરી 14 દિવસ આઈસોલેટ કરી દેવામાં આવે છે.

નિયમિત હેલ્થ ચેકઅપ આ મહિલા કેદીઓનું હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર ત્રણ મહિને નિયમિત મેડિકલ ચેક અપ કરવામાં આવે છે. તેની સાથે સાથે વિટામનની ગોળીઓ આપવામાં આવે છે. જો કોઇ કેદીને લક્ષણ જણાય તો તુરંત જ તેને સારવાર આપવામાં આવી રહી છે.

આ એક્સક્લૂઝિવ અહેવાલો પણ વાંચો

કોરોના થતાં સુરત સિવિલના નર્સ પતિના વોર્ડમાં દાખલ થયાં, બન્ને ઇશારામાં વાત કરતાં, પતિ ICUમાં ગયા પછી ક્યારેય ન મળી શક્યા

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દીવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

મને બચાવી લો...મારા પરિવારના 5માંથી 4 લોકો કોરોના સંક્રમિત છે, લોકો સોસાયટી છોડાવવા ધમકી આપે છે

તંત્રએ મને સુપર સ્પ્રેડર જાહેર કરતાં મિત્રો-કુટુંબીજનો સહિતના લોકો મને કોરોનાબોંબ ગણતાં, એ સમયને જીવીશ ત્યાં સુધી ભૂલીશ નહીં

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના પહેલા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

કોરોનાની દહેશત વચ્ચે પપ્પાની તબિયત લથડવા લાગી, અંતિમવિધિ માટે પણ ફાંફાં પડી ગયાં હતાં, એ દિવસ નહીં ભૂલી શકું

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો