તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતચીત:USના ઇકોનોમિક હબ ગણાતા વિસ્તારોમાં કોરોનાના કેસ વધારે, બાકીના વિસ્તારો સેફ: ડો.સેજલ શાહ

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓ સહિત યાત્રીઓની વતન વાપસી - Divya Bhaskar
વિદ્યાર્થીઓ સહિત યાત્રીઓની વતન વાપસી
 • ફિલિપાઇન્સ અને અમેરિકાથી વિદ્યાર્થીઓ અને સાયન્ટિસ્ટ પરત ફર્યા

વિદેશમાં વસતા ગુજરાતીઓની વતન વાપસીની પ્રક્રિયા શરૂ થઇ છે અને પ્રથમ રાઉન્ડમાં સાત વિદ્યાર્થી અને એક સાયન્ટિસ્ટને ફિલિપાઇન્સ તથા અમેરિકાથી પરત લાવવામાં આવ્યા હતા ત્યારે કેન્સરના રિસર્ચ અને એડવાન્સ સ્ટડી માટે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીની મુલાકાતે ગયેલા મૂળ આણંદના અને રાજકોટમાં માઇક્રો બાયોલોજિકલ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.સેજલ શાહે જણાવ્યું હતું કે, પોપ્યુલેશનની દૃષ્ટિએ ભારત કરતા યુ.એસ. વધારે સલામત છે. યુ.એસ.નું પોપ્યુલેશન 33 કરોડ છે જેની સામે ભારતનું 130 કરોડથી ‌વધારે છે. યુ.એસ.માં કેસો વધવાનું મુખ્ય કારણ ત્યાં લોકડાઉન નથી અને લોકો બહાર નીકળી શાંતિથી હરેફરે છે, માત્ર તેના ઇકોનોમિક હબ ગણાતા શહેરો જેવા કે ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, શિકાગો, સાનફ્રાન્સિસ્કોમાં કોરોનાના કેસ વધુ છે, જ્યારે કોલમ્બસ જેવા શહેરમાં સાવ ઓછા કેસ છે. ફિલિપાઇન્સથી પરત ફરેલા 3 અને અમેરિકાથી પરત ફરેલા 5 કાઠિયાવાડીઓને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે પારેવડી ચોક નજીક આવેલી એક હોટેલમાં રૂ.2500 રોજના ભાડાં સાથે ક્વોરન્ટાઇન કર્યા છે. આ ક્વોરન્ટાઇન કરેલા વિદ્યાર્થીઓ સાથે દિવ્ય ભાસ્કરે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમણે વતન પરત ફર્યાનો આનંંદ વ્યક્ત કર્યો હતો. 
શું કહે છે અન્ય વિદ્યાર્થીઓ
અમેરિકાઃ 
યુએસએમાં ન્યૂજર્સીમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા અમદાવાદના રાજ વરમોરાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં રૂરલ વિસ્તાર કરતા અર્બન વિસ્તાર વધુ રિસ્કી છે. રૂરલ વિસ્તારમાં કડક રીતે લોકડાઉનનું પાલન કરાવવામાં આવે છે.
ફિલિપાઇન્સઃ ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતા મિલાપસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, ફિલિપાઇન્સમાં પણ ભારતની સરખામણીએ કોરોનાનો રોગચાળો વધુ તેજ ગતિથી પ્રસર્યો છે. ત્યાં લોકડાઉન હતું તમામ વ્યવસ્થા સારી હતી પરંતુ રોગચાળો વધુ વકર્યો છે.
વતન પરત ફરતા ‘હાશ’ થઇઃ ફિલિપાઇન્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગીર સોમનાથના વંશ યુવરાજે જણાવ્યું હતું કે, ત્યાં ઓનલાઇન મેડિકલની પરીક્ષા ખૂબ જ અઘરી લાગી. વતન પરત ફરતા જ હવે ‘હાશ’ થઇ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો