કોરોના રાજકોટ LIVE:શહેર - જિલ્લામાં વેક્સિનેશન 50 લાખને પાર, શહેરમાં ત્રણ દિવસથી કોરોના કેસ નામશેષ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એક સપ્તાહમાં શરદી-ઉધરસના 172 અને ઝાડા-ઊલટીના 109 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી કોરોના કેસ નામશેષ રહ્યા છે. ગઈકાલે પણ શહેરમાં એકપણ કેસ નોંધાયો નહોતો, હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લાના મળીને કુલ 53 લાખ 80 હજાર 947 ડોઝ અપાઈ ચુક્યા છે. રાજકોટ શહેરમાં 14,13,665 પ્રથમ, 12,34,169 બીજો તેમજ 70,236 લોકોને પ્રિકોશન ડોઝ મળીને કુલ 27,18,070 ડોઝ 84 સાઈટ પરથી આપવામાં આવ્યા છે. જયારે જિલ્લામાં 13,39,423ને પ્રથમ, 12,66,235 ને બીજો તેમજ 57,210 લોકોને પ્રિકોશન ડોઝ સાથે કુલ 26,62,877 ડોઝ 120 સેન્ટર પરથી આપવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 109 કેસ નોંધાયા
રાજકોટમાં પણ આ વર્ષે ઉનાળાનો આકરો તાપ વહેલો શરૂ થઇ ગયો છે. બપોરે તો કાળઝાળ ગરમીમાં લોકો શેકાય રહ્યા છે. ત્યારે ગત અઠવાડિયામાં ફરી સીઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે ઝાડા–ઉલટીના 109 અને શરદી-ઉધરસના 172 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 79 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ 18થી 24 એપ્રિલ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

એક અઠવાડિયામાં 20,468 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવે રહી છે. એક અઠવાડિયામાં 20,468 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 197 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવે છે.

એક અઠવાડિયામાં આટલા વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું
આ કામગીરી જૂની કલેકટર કચેરી તથા આસપાસનો વિસ્તાર, સેફોન એલીયન્સ એપા. (રેલનગર), હંસરાજનગર, લક્ષ્મીવાડી મે. રોડ એસ.બી.આઇ. વાળી શેરી, કણકોટ પાટીયા ઉ૫વન પાર્ક પાસે સીંગલ ક્વાર્ટર, માઘા૫ર ચોકડી પાસેનો વિસ્તાર, અવધ પાર્ક, છત્રપતિ શિવાજી ટાઉનશી૫ (રેલનગર), માઉન્ટેન્ડ પોલીસ લાઇન, હુડકો ક્વાટર્સ- બી., સોરઠીયાવાડી, કોઠારિયા કોલોની ક્વાર્ટર, મુરલીધર સોસાયટી, હંસરાજનગર, ૫રસાણાનગર, રામનાથ૫રા, રણછોડનગર, બદરી પાર્ક પાસે, ભગવતી૫રા, ઇસ્કોન આશ્રય (રેલનગર), લલુડી વોકળી, આદર્શ સોસાયટી (રેસકોર્ષ), શ્રીનાથજી પાર્ક (રેલનગર), લોર્ડ ક્રિષ્ના સોસાયટી (રેલનગર), શ્રીનાથ દ્વારા સોસાયટી (રેલનગર), રામેશ્વર પાર્ક (રેલનગર), દ્વારકેશ રેસિડેન્સી (રેલનગર) વગેરે વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.