• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Cases Continue To Rise In Rajkot. The Commissioner Allotted 5 Colors To The Positive Patient, Saying: The Patient Will Be Diagnosed As Per The Color Code

પંચ-સ્તરીય વ્યવસ્થા:રાજકોટમાં સતત કોરોનાના કેસ વધતા મ્યુનિ. કમિશનરે પોઝિટિવ દર્દીને 5 કલર ફાળવ્યા, કહ્યું: કલર કોડ મુજબ દર્દીનું નિદાન થશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.કમિશનર અમિત અરોરા - Divya Bhaskar
મ્યુનિ.કમિશનર અમિત અરોરા
  • ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર અને રેડ એલર્ટની કેટેગરી નક્કી કરવામાં આવી

રાજકોટમાં કોરોના બેકાબૂ બનીને વિકરાળ સ્વરૂપ લેતો જાય છે. આ કાતિલ વાયરસને કાબૂમાં લેવા માટે ગત તા.7મીએ રાજ્ય સરકારે તો નવી ગાઇડલાઇન જારી કરી છે. સાથે સ્થાનિક કક્ષાએ રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પણ કેટલાક નિયમો કડક બનાવ્યા છે. જ્યાં તેમણે દર્દીને 5 અલગ-અલગ કલરમાં વિભાજીત કરીને એક નવી સ્ટ્રેટર્જી બનાવી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર અને રેડ કલર મુજબ મેડકલ સ્ટાફ દ્વારા દર્દી ઉપર સતત વોચ રાખવામાં આવશે અને કલર કોડ મુજબ દર્દીનું નિદાન થશે.

અમે આ નવી સ્ટ્રેટર્જી અપનાવી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના ચેપની મલ્ટીબાય ચેનલ ઝડપથી અને વધુ વ્યક્તિને સકંજામાં લઇ લે એ રીતે વિસ્તરી રહી છે.માટે અમે આ નવી સ્ટ્રેટર્જી અપનાવી છે. ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને રેડ એક પાંચ કેટેગરી પાડવામા આવી છે. જેનામાં કોરોના પોઝિટિવ હોય પરંતુ દર્દીની ઉમર નાની હોય, રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય. ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર કે આવી કોઇ બીમારી ન હોય તેને ગ્રીન કેટેગરીમાં સમાવેશ કરવામા આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

50 વર્ષથી વધુ હોય તેવા દર્દીને પ્રાયોરિટી ​​​મળશે​
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જ્યારે કોરોના પોઝિટિવની સાથે કોઇ ગંભીર બીમારી હોય અને ઉંમર 50 વર્ષથી વધુ હોય તેવા દર્દીને વધુ પ્રાયોરિટી આપીને રેડ કેટેગરીમાં સમાવેશ કરીને આવા દર્દીની દરોજ પૃચ્છા કરી સતત તેમની તબિયત ઉપર વોચ રાખવામા આવશે. ડેથ રેશિયો વધે નહીં એ માટે આ સ્ટ્રેટર્જી સાથે નવી સિસ્ટમ ગોઠવવામા આવી છે.

શું છે આ પાંચ કેટેગરી, કઇ રીતે મળશે અગ્રતાક્રમ

ગ્રીન કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય. રોગપ્રતિવ્રરક શક્તિ ઓછી હોય. કેરોના પોઝિટિવ હોવા ગણવામા આવશે. આમછતા આ દર્દીને મનપાના આયુષ્ય કલેકટરોની ટીમ ટેલિફોન સંપર્કમાં રહશે. જરૂર જણાય તો રૂબરૂ જઇને ઓક્સીજન લેવલ, દવા વિતરણ સહિતની ફરજ નિભાવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

યલો કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય પરંતુ રોગ પ્રતિરક શક્તિ ઓછી હોય અને ઓક્સીજન લેવલ પ્રમાણ કરતા નીચુ જતુ હોય તેને આ કેટેગરીમાં સમાવેશ કરીને દિવસમાં કમસેકમ બે વખત મનપાના આયુષ્યમાન તબીબ ફોન કરીને ઓક્સીજન અને પલ્સ રેટ અને થર્મલ સ્ક્રનીંગમાં કેટલુ ટેમ્પરેચર છે એની પૃચ્છા કરશે. હેલ્થ પ્રોગેશ રિપોર્ટ સુધારા પર આવતો ન જણાય એટલે મનપાના તબીબ પીપીઇ કૈટ પહેરીને રૂબરૂ તેમના ઘરે જશે.

બ્લ્યુ કેટેગરી: આ કેટેગરીમાં 40થી 50 વર્ષની ઉંમર પર આવતા હોય તેવા કોરોના પોઝિટિ જ સારવાર લઇ શકે છે કે પછી તેને હોસ્પિટલમાં દખલ કરવા પડે તેમ છે એ મનપાની તબીબી ટીમ રૂબરૂ જઇને તબિયત તપાસીને દર્દીના પરિવારજનને સુઝાવ આપશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઓરેન્જ કેટેગરી: 50વર્ષથી ઉપરની ઉંમરના કોરોના 4ના પોઝિટિવ દર્દીને આ ઓરેન્જ કેટેગરીમાં લઈને દર ત્રણ અને તેનામાં જો સુધાર ન જણાય તો સિવિલ હોસ્પિટલ અથવા તો દર્દીના પરિવારજનને કેઇ સારા તબીબ પાસે પેકેજ સારવાર માટેની ફરજ પાડશે.

રેડ એલર્ટ કેટેગરી: આ કેટેગરીમાં ખાસ કરીને સિનિયરસીટીઝન નોસમાવેશ કરવામાં આવશે. તેનાથી તે તેવો આગ્રહ રાખવામા આવશે. સામાન્ય રીતે સિનિયર સિટીઝનમાં ઽયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટને લગતી બીમારી કે અન્ય કેઇ સમસ્યાથી પીડતા હોય એ બાબત ડેન્જરસ ગણી શકાય. એ બાબતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ કેટેગરી ઉપર ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કચેરીમાં આવતા અરજદારોનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગનો આદેશ
મનપા કચેરી સહિત મોટાભાગની સરકરી કચેરીમાં આવતા અરજઘરોને કેરોના વેક્સિનનો ડેઝ લીધો હશે એ સર્ટીફિકેટ દેખાડે તો જ પ્રવેશ આપવામા આવશે. મહાપાલિકે કચેરીના ગેટ પાસે જ વીજીલન્સ સિક્યુરિટી ને થર્મલ સ્ક્રનીંગ મશીન સાથે ઉભા રાખવામા આવશે. અરજઘરના કપાડે અથવા તો હાથ પર આ થર્મલ સ્પ્રેનીંગ કરવામા આવશે. જો કેરોનાના લક્ષણ પૈકીનું એક થર્મલ સ્ક્રીનીંગમાં ટેમ્પરેચર વધુ હશે તો તેને મનપા કચેરીમાં પ્રવેશ અપાશે નહીં.

મહાનગરપાલિકા બનાવશે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ
મનપાએ 100થી વધુ સંજીવની અને ધનવંતરી રથ શરૂ કર્યુ છે. ડોર ટુ ડેર સર્વે, વેક્સીનેશન સહિતની કામગીરી સંજીવની અને ધનવંતરી રથમાં જેમને ફરજ સોંપવામા આવી છે એવા તબીબી સ્ટફ મારફતે કરાવવામા આવે છે. એ દરમિયાન જે કેઇ વ્યક્તિમાં કેરોનાના લક્ષણ જણાશે એટલે એ વ્યક્તિના નામ-સરનામા, ફોન નંબર સહિતનો ડેટા સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમને આપવામા આવશે અને ત્યાંથી મનપાના તબીબને એ વ્યક્તિના ઘરે આરોગ્ય ચકાસણીમાટે રૂબરૂ મોકલવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...