તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં ફરી કોરોના કેસમાં ઉછાળો, નવા 726 પોઝિટિવ, 76 વ્યક્તિનાં મોત

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મનપા વિસ્તારમાં કેસમાં ઘટાડો આવ્યો પણ ગ્રામ્ય વિસ્તારમાં આંક બમણો થવા લાગ્યો

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળ આવ્યો છે. મંગળવારે નવા 726 કેસ આવ્યા છે જેમાં શહેરના 593, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 133 છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 76 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કુલ કેસની સંખ્યા 45690 થઈ છે જેમાં એક્ટિવ કેસ 4687 છે.

રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ઘણી કાબૂમાં આવી રહી છે અને હોસ્પિટલમાં પણ હવે કતારો ઘટી રહી છે તેવામાં અચાનક ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે પણ જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત આ મામલે સાવ ઉદાસીન હોવાથી 15 લાખથી વધુની વસ્તી હોવા છતાં 2500થી 3500 ટેસ્ટ થઈ રહ્યા છે.

આ કારણે એવા ઘણા કેસ છે જે હજુ સામે પણ આવ્યા નથી. ઘણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કિટની અછત અને સ્ટાફની અછતથી પીડાઈ રહ્યા છે આ કારણે ગ્રામ્ય વિસ્તારની હાલત કથળતી જઈ રહી છે.

ઓક્સિજન મેળવવા એજન્સીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
રાજકોટમાં હોસ્પિટલના નામે કોઈ અજાણ્યા શખ્સો ઓક્સિજનના સિલિન્ડર રિફિલ કરાવી ગયાનો બનાવ નોંધાતા જિલ્લા કલેક્ટરે ઓક્સિજન માટે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હતું. હવે સેવાકીય સંસ્થાઓ કે જે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડે છે તેમને પણ જથ્થો લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ કરવા પાછળ તેઓએ જણાવ્યું છે કે, સંગ્રહખોરી હાલ સૌથી મોટી સમસ્યા છે અને કોઇ સંસ્થાના નામે ખોટો જથ્થો લઈ ન જાય તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો