ભાસ્કર એક્સક્લૂઝિવ:કોરોના બાદ આવી દવાના ધંધામાં તેજી - 532 નવી ફાર્મા ફેક્ટરીને મંજૂરી, મેડિકલ સ્ટોર ખોલવા માટે 9099 લાઇસન્સ અપાયાં

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018માં એલોપથી દવાઓનું ઉત્પાદન કરનાર યુનિટની સંખ્યા 3249થી વધીને 2020-21માં 3638 થઈ
  • બી.ફાર્મની ડિગ્રી ધરાવનારાઓને 3 ગણા વેતને નોકરીઓ અપાઈ
  • એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં રાજ્યમાં નવા 4705 લાઇસન્સ મંજૂર, 2132 સ્ટોર ખૂલ્યા

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી લોકો હેલ્થ સેક્ટર અને ફાર્મા સેક્ટરને વધુ જાણતા થયા છે. એવા લોકો કે જેમણે ક્યારેક જ મેડિકલ સ્ટોર જવાનું થતું હશે તેઓ આજે અનેક દવાઓના નામ મોઢે બોલતા થઈ ગયા છે. એવા ગ્રેજ્યુએટ કે જેમણે બી. ફાર્મ કર્યા બાદ માર્કેટિંગ કે અન્ય ફિલ્ડ જોઈન કર્યુ હતુ તેમને ત્રણ ગણા પગારે નોકરી રાખવામાં આવ્યા હતા. દવાઓનું બજાર અને ટર્નઓવર અનેક ગણું વધી ગયું હતું આમ છતાં અછત જ રહી હતી. આરોગ્ય તરફ લોકોનું ધ્યાન આવતા હવે તેને લગતા ફિલ્ડમાં વધુ તકોની ગણતરી કરીને ઝંપલાવ્યું છે જેમાં દવાની કંપની ખોલીને ઉત્પાદન કરનારાઓ ઉદ્યોગ સાહસિકથી માંડી ફાર્માસિસ્ટનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ નવી 532 ફાર્મા ફેક્ટરીઓને મંજરી અપાઈ છે જ્યારે મેડિકલ સ્ટોર માટે નવા 9099 લાઇસન્સો અપાયાં છે. 2018-19ના વર્ષમાં રાજ્યમાં એલોપથી દવાઓ બનાવતા યુનિટની સંખ્યા 3249 હતી અને નવી 365 અરજીઓને યુનિટ શરૂ કરવા મંજૂરી અપાઇ હતી. 2019-20માં નવી 454 મંજૂરી અપાઈ અને નવા ઉદ્યોગ શરૂ થતા યુનિટની કુલ સંખ્યા 3349 થઈ હતી. આ નાણાકીય વર્ષ બાદ લૉકડાઉન આવ્યુ હતુ અને કોરોનાની પ્રથમ લહેર આવી હતી. 2020-21 એટલે કે પ્રથમ લહેરના અંત અને બીજી લહેરની શરૂઆત પહેલાના નાણાકીય વર્ષમાં નવા યુનિટ શરૂ કરવાની 532 જેટલી મંજૂરી અપાઇ હતી અને મેન્યુફેક્ચરીંગ યુનિટની સંખ્યા વધીને 3638 થઈ એટલે કે નવા 289 એકમો શરૂ પણ થઈ ગયા હતા જે સંખ્યા પાછલા વર્ષો કરતા ઘણી વધારે છે. આ જ સ્થિતિ સેલ્સ લાઈસન્સમાં જોવા મળી હતી.

2018-19માં નવા 6293 સેલ્સ લાઈસન્સ મંજૂર કરાયા હતા જ્યારે 2020-21માં આ સંખ્યા 6985 હતી તેમજ કુલ લાઈસન્સની સંખ્યા જે 88133 હતી તે 99752 થઈ છે. આ માર્ચ 31 સુધી પૂરા થતા વર્ષના આંક છે 1 એપ્રિલથી 22 સપ્ટેમ્બર સુધી આવેલી અરજીઓ અને યુનિટની ગણતરી કરતા આ સમયગાળા દરમિયાન જ નવા 4705 લાઈસન્સ મંજૂર કરાયા જ્યારે નવા 2132 મેડિકલ સ્ટોર ખુલ્યા છે અને વેપાર પણ શરૂ કરી દીધો છે.

એલોપેથી ડ્રગ્સ લાઈસન્સની અરજીઓ તેમજ કુલ યુનિટની સંખ્યા

વિગત2018-192019-202020-21

મેન્યુફેક્ચરિંગ યુનિટ

કુલ યુનિટ3,2493,3493638
નવા લાઈસન્સ365454532
સેલ્સ યુનિટ

કુલ સેલ્સ લાઈસન્સ

881339065399752

નવા સેલ્સ લાઈસન્સ

629343246985
કુલ સેલ્સ યુનિટ389874018144295

કર્ફ્યૂમાં પણ મેડિકલ સ્ટોર ખૂલ્લા રહે તે બધાને ખબર પડી
લૉકડાઉન લાગ્યુ ત્યારે જીવનજરૂરી વસ્તુઓને મંજૂરી હતી. એક માત્ર વેપારી એકમ એવા મેડિકલ સ્ટોરને જ 24 કલાક સુધી વેપાર કરવાની મંજુરી હતી. જેથી વેપાર સાથે સંકળાયેલાઓ આ ક્ષેત્ર પ્રત્યે આકર્ષાયા. આ કારણોસર અરજીઓમાં વધારો થયો એમ ફાર્માસ્યુટિકલ સેક્ટરના નિષ્ણાંતોએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું.

નવાં ડ્રગ્સ લાઇસન્સ માટેની અરજીમાં વધારો
રાજકોટના આસિ. કમિશનર એસ.એસ. વ્યાસે જણાવ્યું હતું કે, ‘યુવાનોને તકો જણાઈ હોવાથી દવાના વેચાણ માટે લાઇસન્સ માટે કોરોના બાદ વધારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...